By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુપર સ્પ્રેડર્સ બનેલા ભાજપના નેતાઓનો ટેસ્ટ કરાવો : ગ્યાસુદ્દીન શેખ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સુપર સ્પ્રેડર્સ બનેલા ભાજપના નેતાઓનો ટેસ્ટ કરાવો : ગ્યાસુદ્દીન શેખ
AhmedabadGeneral

સુપર સ્પ્રેડર્સ બનેલા ભાજપના નેતાઓનો ટેસ્ટ કરાવો : ગ્યાસુદ્દીન શેખ

HM News
Last updated: 23/03/2021 8:27 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ચૂંટણી પછી કોરોનાના કેસ ખૂબ જ વધ્યા છે.જેથી વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે.22 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં કોરોના વધવા પાછળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓએ કરેલી સભા અને રેલીઓને જવાબદાર ગણાવી હતી ત્યારે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે,અમદાવાદમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખ કરતાં પણ વધારે લોકોને એકઠા કર્યા હતા અને તેના પછી કોરોનાની પહેલી લહેર જોવા મળી હતી.ત્યારબાદ દિવાળી પછી બીજી લહેર અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચના કારણે હજારો લોકોની ભીડ એકઠી થઇ છે.જેથી હવે ત્રીજી લહેર રાજ્યમાં જોવા મળી રહી છે.રાજ્ય સરકારની ઘોર બેદરકારીના કારણે કોરોનાની ત્રીજે લહેરને આમંત્રણ મળ્યું છે.

ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેર કે રાજ્યમાં કોઈ માસ્ક ન પહેરે તો તેની પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે.પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના 160 કોર્પોરેટર ગાંધીનગરના ફાર્મ હાઉસમાં ટિફિન બેઠક કરે છે અને આ કાર્યક્રમમાં એક પણ કોર્પોરેટર માસ્ક પહેરતા નથી.છતા તેમને દંડ કરવામાં આવતો નથી.અમદાવાદ શહેરમાં ગરીબ ફેરિયાઓ અને મધ્યમ વર્ગના વેપારીઓને તંત્ર સુપર સ્પ્રેડર્સ ગણે છે અને તેમના ટેસ્ટ કરે છે પરંતુ અમદાવાદ સહિત રાજ્યના ખૂણેખૂણે સુધી કોરોના સંક્રમણ ફેલાવવા બદલ ભાજપના નેતાઓ જવાબદાર છે એટલે સુપર સ્પ્રેડર્સ બનેલા ભાજપના નેતાઓનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે.રાજ્ય સરકાર માનવા તૈયાર નથી.બે દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે,ચૂંટણીના કારણે અથવા તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોત તો તે માત્ર અમદાવાદમાં જ વધ્યું હોત પરંતુ આખા ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને દેશમાં પણ કોરોના વધી રહ્યો છે.આ ઉપરાંત જે જગ્યા પર ચૂંટણી નહોતી ત્યાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.સરકાર માનવા તૈયાર નથી અને વિપક્ષના ધારાસભ્ય સ્પષ્ટપણે ચૂંટણી સભાઓ અને રેલીઓના કારણ કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાનો સ્વીકાર કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં માસ્કના નામે વસૂલાતા દંડનો ‘આપ’ દ્વારા વિરોધ, લોકોને કહ્યું- પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો
Next Article કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છતાં મહુવાના MLA મોહન ઢોડિયા કોરોનામાં સપડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up