પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ એકવાર ફરીથી હિંસાની ઘટના સામે આવી છે.નંદીગ્રામ સીટથી મમતા બેનર્જીને હરાવનારા ભાજપ્ના ઉમેદવાર સુવેન્દુ અધિકારીની ગાડી પર હુમલો થયો છે.આ હુમલો હલ્દિયા કાઉન્ટિંગ સેન્ટરથી નીકળતી વખતે થયો છે.હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર છે.
હુમલા બાદ સુવેન્દુ અધિકારીએ કહ્યું કે ટીએમસી બંગાળમાં ભયનો માહોલ બનાવવાનું કામ કરી રહી છે.હલ્દિયામાં ગાડી પર પથ્થરમારો થયો. કાચ તોડવાની કોશિશ થઈ.સુવેન્દુએ કહ્યું, રાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે જો આમ થઈ શકે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું થશે?
બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કાયર્લિય,પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો છે.જેમાં નંદીગ્રામ સીટના મતોની તત્કાળ ફેર ગણતરીની માગણી કરાઈ છે.અત્રે જણાવવાનું કે નંદીગ્રામ સીટ પર સતત રસાકસીનો દોર ચાલુ છે.પહેલા મમતા બેનર્જીની જીત જાહેર થઈ ત્યારબાદ ભાજપે વાંધો ઉઠાવતા ફરીથી ગણતરી થઈ જેમાં સુવેન્દુ જીત્યા.હવે ટીએમસી ફરીથી એકવાર રીકાઉન્ટિંગની માગણી કરી રહી છે.


