By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચૂંટણી પંચને ઝાટકો : મીડિયા કવરેજ પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, રેલીઓ માટે ચૂંટણી પંચ જવાબદાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચૂંટણી પંચને ઝાટકો : મીડિયા કવરેજ પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, રેલીઓ માટે ચૂંટણી પંચ જવાબદાર
GeneralNational

ચૂંટણી પંચને ઝાટકો : મીડિયા કવરેજ પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, રેલીઓ માટે ચૂંટણી પંચ જવાબદાર

HM News
Last updated: 07/05/2021 6:56 AM
HM News
4 years ago
Share
SHARE

ચૂંટણીપંચે મદ્રાસ હાઈકોર્ટે કરેલી ટીપ્પણી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી કઠોર હતી એ ખરું,પરંતુ એ ચુકાદાનો ભાગ ન હોવાથી તેને દૂર કરવાનો આદેશ મદ્રાસ હાઈકોર્ટને આપી શકાય નહીં.એવી જ રીતે મીડિયા કવરેજ અટકાવવાની માગણી પણ સ્વીકારી શકાય નહીં.

મદ્રાસ હાઈકોર્ટે કોરોનાના સંદર્ભમાં એક સુનાવણી ચાલતી હતી એ વખતે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણી કોરોનાના બીજા વેવ માટે કારણભૂત છે અને તેના માટે જવાબદાર ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને કેસ ચલાવવો જોઈએ એવી ટીપ્પણી કરી હતી.મદ્રાસ હોઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણીપંચ સ્વતંત્ર એજન્સી છે.તેની પાસે સત્તા છે.તેમ છતાં સત્તાનો ઉપયોગ કરીને નેતાઓની રેલીઓ અટકાવી નહીં.વળી, કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન થયું નહીં. એ માટે ચૂંટણીપંચ જવાબદાર છે.

આ ટીપ્પણીના વિરોધમાં ચૂંટણીપંચે મદ્રાસ હાઈકોર્ટ સામે સુપ્રીમમાં અરજી કરી હતી.એ અરજીની સુનાવણી વખતે સુપ્રીમે કહ્યું હતું કે મદ્રાસા હાઈકોર્ટનું નિવેદન ચુકાદાનો ભાગ નથી,તેથી તેને હટાવી દેવા માટે આદેશ આપી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી કઠોર ચોક્કસ હતી.ન્યાયધીશોએ બિનજરૂરી નિરીક્ષણો રજૂ કરવાથી બચવું જોઈએ.આવી અયોગ્ય ટીપ્પણી કરવી અનુચિત છે.પરંતુ ચૂંટણીપંચને જે ટીપ્પણીથી વાંધો છે તે ટીપ્પણી ચુકાદાનો ભાગ નથી.

ચૂંટણીપંચે ટીપ્પણીઓનું મીડિયા કવરેજ અટકાવી દેવાની માગણી કરી હતી.એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાગરિકોનો અધિકાર છે કે કોર્ટે શું કહ્યું તે જાણી શકે.એવા સમયે મીડિયાની ભૂમિકા મહત્વની બની જાય છે.કોર્ટનું મીડિયા કવરેજ અટકાવવાની માગણી બિલકુલ યોગ્ય નથી.જો મીડિયા રીપોર્ટિંગ રોકી દેશે તો એમાં કોઈનું ભલું નથી.

સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે બે સંવૈધાનિક સંસ્થાઓ વચ્ચે સંતુલન બની રહે તે જરૂરી છે.એટલું જ જરૂરી છે મીડિયાની સ્વતંત્રતા.દુનિયાની કેટલીય કોર્ટોમાં લાઈવ સ્ટ્રીમિંગ થાય છે અને તેનું પ્રસારણ લોકો જુએ એવી વ્યવસ્થા થાય છે.ત્યારે કોર્ટના ચુકાદાથી અને ન્યાયધીશોના નિરીક્ષણોથી નાગરિકો માહિતગાર થાય છે.એ વખતે કોઈ ઓપિનિયન રજૂ કરવામાં આવે તો તેને અટકાવી શકાય નહીં.ન્યાયિક બેંચ દ્વારા સુનાવણી વખતે ઓપિનિયન આપવો તે કોર્ટની પ્રક્રિયાનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે.તેને ચુકાદા સાથે સીધો સંબંધો હોતો નથી.સુપ્રીમ કોર્ટે નોંધપાત્ર ટીપ્પણી કરતા ઉમેર્યું હતું : મીડિયાને કોર્ટની કાર્યવાહીના સંદર્ભમાં ટીપ્પણી કરવાનો અને લખવાનો અધિકાર છે.સુપ્રીમ કોર્ટની સમજાવટ પછી ચૂંટણીપંચની એ અરજીનો નિકાલ થયો હતો.

IAS એસ. અપર્ણા વલ્ર્ડ બેન્કમાંથી પાછા આવી રહ્યાં છે, કેન્દ્રમાં મહત્વનું પદ મળે તેવી સંભાવના
શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારને બળવાખોર ધારાસભ્યોને આપી સુરક્ષા
૩જી મે પછી શું ? છૂટછાટ આપવા ઘડાઈ રહી છે રણનીતિ : PM મોદીના આદેશ પર ચર્ચા શરૂ
કડોદરા નગર પાલિકાના શાસક પક્ષના નેતા એ ટીકીટ કપાવની બીકે ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ પકડયો
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા કોરોના પોઝિટિવ : કાર્યકરોમાં ચિંતા
Share This Article
Facebook Email Print
Previous Article પેટ્રોલ-ડીઝલમાં તેજીની આગ : રાજસ્થાન-મધ્યપ્રદેશમાં રૂા.100ને પાર
Next Article ખેડૂતોને ફટકો : ખાતરના ભાવમાં 700 રૂપિયાનો વધારો, ભાજપ ભાષણોથી ચાલશે ખેડૂતોની ખેતી નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up