By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ ઉઘાડી લુંટ છે,ડાકુગીરી જ છે ! રાજકોટના વેપારીની CUV જપ્ત કરવાના મુદ્દે હાઈકોર્ટના આકરા શબ્દો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આ ઉઘાડી લુંટ છે,ડાકુગીરી જ છે ! રાજકોટના વેપારીની CUV જપ્ત કરવાના મુદ્દે હાઈકોર્ટના આકરા શબ્દો
AhmedabadGeneral

આ ઉઘાડી લુંટ છે,ડાકુગીરી જ છે ! રાજકોટના વેપારીની CUV જપ્ત કરવાના મુદ્દે હાઈકોર્ટના આકરા શબ્દો

HM News
Last updated: 07/05/2021 7:16 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે વ્યાપાર-ધંધા કુંઠિત થઈ રહ્યો છે તે સમયે પણ સરકાર દ્વારા વેરા સહિતની પઠાણી ઉઘરાણીમાં અધિકારીઓએ જે રીતે જીએસટી વસુલાતમાં વ્યાપારીના ઘરમાં ધામા નાખીને બેસી જાય છે તે અંગે પણ અગાઉ ગુજરાત હાઈકોર્ટે વેરા વિભાગના અધિકારીઓને આકરી ભાષામાં ઠપકો આપ્યો હતો તે વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટ જીએસટી વસુલાતમાં રાજકોટના એક વ્યાપારીની એસયુવી જપ્ત કરવાના કામની ટીકા કરી આ પ્રકારની કામગીરીને ડાકુગીરી,લુટ જ ગણાવી હતી અને એક સપ્તાહમાં એસયુવી પરત આપવા આદેશ આપતા ગુજરાત સરકારે પણ વ્યાપારીનું ખાનગી વાહન મુક્ત કરવા સૂચના આપી છે.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની ખંડપીઠે ગુજરાતમાં જીએસટીની ફલાઈંગ સ્કવોડની કામગીરીની તેના મૌખિક નિરીક્ષણમાં આકરી ટીકા કરી હતી.રાજકોટ અને મોરબીમાં વ્યાપાર કરતા રાકેશ સરસ્વાદીયા નામના એક વ્યાપારીએ હાઈકોર્ટમાં ધા નાખી હતી કે તેમનો માલસામાન ભરેલો ટ્રક તા.16 ફેબ્રુઆરીના રોજ જીએસટીની ફલાઈંગ સ્કવોડે જપ્ત કર્યો હતો અને તેમની અમદાવાદ સ્થિત જીએસટી કચેરીએ હાજર થવા જણાવ્યું હતું.જયાં તમને બે દિવસ અટકમાં રાખવામાં આવ્યા હતા.

જીએસટી અધિકારીઓએ તેમની એસયુવી, સાત મોબાઈલ ફોન અને ત્રણ ડાયરી જપ્ત કરી હતી અને તેમના રાજકોટ, મોરબી નિવાસ તથા કચેરીએ દરોડા પાડયા હતા.આ વ્યાપારીએ પોતાની એસયુવી તથા મોબાઈલ છોડાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.જયારે તેઓએ ટેક્ષ ભરી દેતા ટ્રક છોડી દેવાયો હતો.હાઈકોર્ટએ પણ જણાવ્યું કે આ જપ્તીની કામગીરી જોઈન્ટ કમિશ્ર્નર કક્ષાથી નીચેની રેન્કના અધિકારીએ કરી હતી જેને આ પ્રકારની જપ્તીની કોઈ સતા જ ન હતી અને રાજય સરકારને પૂછયો હતો કે તેઓ આ અધિકારી સામે શું પગલા લેવા માંગે છે.મુખ્ય ન્યાયમૂર્તિએ આ પ્રકારના કૃત્યને ઘાડ, લુંટ જેવી ગણાવી હતી એક તબકકે ન્યાયમૂર્તિએ ઓનલાઈન સુનાવણીમાં ઓડીયો ચેનલ બંધ કરી હતી પણ બાદમાં ઓડીયો ચેનલ ખોલીને સરકારી ધારાશાસ્ત્રીને સંબોધીને કહ્યું કે અમો તમોને એ કહેવા માંગીએ છીએ કે આ લુંટ જ છે.

ન્યાયમૂર્તિ આર.એમ.છાયાએ પણ આ પ્રકારના જ શબ્દો કહ્યા હતા અને તેઓએ કહ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ જે શબ્દોનો ઉપયોગ કરે છે તે ખૂબ જ યોગ્ય છે.મુખ્ય ન્યાયમૂર્તિએ આ કેસમાં જે રીતે જપ્તીની કાર્યવાહી થઈ તેની પ્રક્રિયાની પણ ટીકા કરી હતી. જસ્ટીસે પ્રશ્ર્ન પૂછયો કે કોણ દરોડા પાડી શકે અને કોણ જપ્તીની કાર્યવાહી કરી શકે? શું કોઈને આ પ્રકારની કાર્યવાહી માટે સતા આપવામાં આવી નથી! આ એક ઘૂસણખોરી જ છે લુંટ છે,ડાકુગીરી જ છે.જો કે રાજય સરકારે તુર્તજ એસયુવી રીલીઝ કરવાની ખાતરી આપી હતી.જે અધિકારી આ કાર્યવાહી સાથે જોડાયેલ છે તેને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે. અદાલતે બે સપ્તાહમાં જવાબ રજુ કરવા આદેશ આપ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CVC, CBI સહિતના ડિપાર્ટમેન્ટમાં ટોપ પોસ્ટ માટે આગામી સપ્તાહમાં નવી નિમણુંક કરાશે ?
Next Article કોરોના સંક્રમિત રેપના આરોપી આસારામ બાપુની તબિયત વધુ બગડી, વેન્ટિલેટર પર રખાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up