– અગાઉ નગ્ન થયેલા સાંસદનો નવો વિવાદ
-બેઠકમાં ચાલુ કેમેરા સામે જ સાંસદે કોફી કપમાં જ પેશાબ કર્યો,બાદમાં માફી માગી
ઓટાવા : કેનેડામાં સંસદીય સત્રની ઓનલાઇન બેઠક ચાલી રહી હતી ત્યારે જ એક સાંસદ કેમેરા સામે જ પેશાબ કરતા જોવા મળ્યા હતા.ચાલુ બેઠક દરમિયાન કોફીના કપમાં પેશાબ કરતો સાંસદનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.
અમોસ નામના આ જ સાંસદ અગાઉ જાહેરમાં નગ્ન નજર આવ્યા હતા.જ્યારે આ વખતે તેઓએ ચાલુ બેઠકમાં કોફી કપમાં પેશાબ કરી દીધો હતો.જેને પગલે બેઠકમાં હાજર અન્ય લોકો માટે ભારે શરમજનક સિૃથતિ ઉભી થઇ ગઇ હતી.જોકે સાંસદ વિલિયમ અમોસે પોતાની આ હરકતોની માફી માગી લીધી હતી.ગુરૂવારે પોતાના ટ્વિટર પર તેમણે લખ્યું કે ગત રાત્રે હાઉસ ઓફ કોમન્સની બેઠકની કાર્યવાહી દરમિયાન મે એક ગેર-સાર્વજનિક કામ કર્યું હતું.મે મીટિંગ દરમિયાન જ પેશાબ કરી દીધો હતો.જોકે મને બાદમાં અહેસાસ થયો કે બેઠકનો કેમેરો ચાલુ હતો.બાદમાં તેમણે કહ્યું કે હું મારી આ હરકતોને કારણે માફી માગુ છું.


