ભુજ,રવિવાર : પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર એટલે રાપર તાલુકાનું આડેસર ગામ.આ આડેસરને ઉતર ભારતના અનેક રાજ્યોનો વાહન વ્યવહાર સાથે નિશબત છે જેમાં રાજસૃથાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી કંડલા પોર્ટ.મુન્દ્રા અદાણી પોર્ટ તેમજ અન્ય અનેક કંપનીઓમા માલ પરિવહનની આવજાવ થાય છે એટલે માલ સામાન સાથે દારૃ અને અન્ય બે નંબરીયા માલ સામાનની હેરફેર થાય તે સ્વાભાવિક છે અને આ માટે પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના આ પોલીસ માથક હેઠળ પોલીસ માથકેથી પાંચ કિ.મી દૂર ચેક પોસ્ટ બનાવવામા આવી છે પરંતુ રાજ્યના પોલીસ વડા એ આ ચેક પોસ્ટ નાબુદ કરવા નો હુકમ કર્યો છે ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહન દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન છેલ્લા આઠ માસમાં આડેસર પોલીસ દ્વારા રાજસૃથાન,હરિયાણા તેમજ અન્ય પ્રાંતાથી કચ્છમાં ઘુસાડવાનો હતો તેવો પાંચેક કરોડનો દારૃ ઝડપી પાડવામાં આવેલ છે.
બોર્ડર રેન્જના આઇજી જે.આર. મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ પોલીસ ડીવીઝનના નાયબ અિધક્ષક કે જી. ઝાલા રાપર સીપીઆઇ એમ એમ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ આડેસરના પીએસઆઇ ગોહિલ દ્વારા આડેસર પોલીસ સ્ટાફને સાથે રાખીને ગત તા. ૨/૧૦/૨૦ થી તા. ૩૦/૫/૨૦૨૧ દરમિયાન એટલે કે આઠ માસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૃ ૩૨ વખત પકડવામા આવેલ જેમાં વિવિાધ પ્રકારના વિદેશી દારૃ અને મુદામાલની કિંમત રૃપિયા ૫.૦૯.૮૯.૬૬૦/= જેમાં વિદેશી દારૃ રૃપિયા ૨.૯૩.૪૪.૩૧૦/= અને વાહનો તેમજ અન્ય મુદામાલની કિંમત રૃપિયા ૨.૧૬.૪૫.૩૫૦ થાય છે.
આમ માત્ર આઠ મહિના ના સમય દરમિયાન કચ્છમાં તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાતમાં કદાચ આ આડેસર પોલીસ અવ્વલ નંબર પર હોય તો નવાઈ નહીં.રાજય ભર મા એક જ પોલીસ માથકમાં ત્રણ કરોડની કિંમત નો દારૃ અને બે કરોડથી વધુ મુદામાલ પણ એક જ પોલીસ માથકમા માત્ર આઠ માસના ગાળામાં પકડાયાનું કદાચ પ્રાથમ હશ.આડેસર પોલીસ માથક ના પીએસઆઇ યુવરાજસિંહ ગોહિલે પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ટીમ વર્કર દ્વારા આડેસર તો ઠીક સમગ્ર વાગડ સહિત કચ્છમાં લોકચાહના મેળવી છે.


