By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત SGST ના નાયબ વેરા કમિશનર નરસિંહ પાંડોર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત SGST ના નાયબ વેરા કમિશનર નરસિંહ પાંડોર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત
GeneralSurat

સુરત SGST ના નાયબ વેરા કમિશનર નરસિંહ પાંડોર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

HM News
Last updated: 04/09/2021 8:42 AM
HM News
4 years ago
Share
SHARE

સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે.ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે.તેમની સાથે અન્ય 3 વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે.

ભાગીદારી પેઢી ધરાવતા એક ફરિયાદીએ વર્ષ 2015-16ના જીએસટી રિટર્ન ભર્યા ન હતા.જેથી જીએસટી વિભાગ દ્વારા નિયમ પ્રમાણે તેમનો જીએસટી નંબર બંધ કરી દેવામાં આવ્યો હતો.ફરિયાદીએ પોતાનો જૂનો જીએસટી નંબર ફરી શરૂ કરવા માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં નાયબ રાજ્ય વેરા કમિશનર નરસિંહ પાંડોરનો સંપર્ક કર્યો હતો.જેમણે તેમના ઓળખીતા અન્ય એક વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા કિશોર પટેલને મળીને તેમનું નામ આપીને જીએસટી નંબર ચાલુ કરવા ફાઇલ તૈયાર કરવા જણાવ્યું હતું.

એટલું જ નહીં તેના માટે તેઓએ રૂ.2 લાખની લાંચની માંગણી પણ કરી હતી.ફરિયાદીએ તે સમયે વકીલને 50 હજાર રૂપિયા આપ્યા હતા. અને બાકીના દોઢ લાખ રૂપિયા ઓછું કરવાનું કહેતા સોદો 1 લાખ ફુપિયામાં નક્કી કરી જીએસટી નંબર શરૂ કરવાનું નક્કી કર્યું હતું.જોકે તે બાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને નાયબ રાજ્ય વેરા કમિશનર,ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલ સહિત અન્ય બે આરોપી ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલની પણ ધરપકડ કરી હતી.

એસીબીની ટીમે આરોપીઓ પાસેથી તેમણે લીધેલી 1 લાખ રૂપિયાની લાંચની રકમ પણ કબ્જે કરી છે.આમ, સરકારી કામ કરાવવા માટે નીચલા કર્મચારીથી લઈને ઉપલા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે ફરી એકવાર સાબિત થયું છે.

ચીન પાસેથી લાંચ લઈ રહ્યા છે નેપાળના PM ઓલી, સ્વિસ એકાઉન્ટમાં રૂ. 41 કરોડ જમા
દેશના ૧૬,૦૦૦ પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાની ‘બાજ નજર’ નીચે?
આજથી પ્રવાસીઓ લોકલ ટ્રેનનું લાઈવ લોકેશન જાણી શકશે
સેના જરી પુરાણા સલામતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 16 મુખ્ય શસ્ત્ર ડીપોમાં સુધારી રહી છે
સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરને નવેસરથી રીડેવલપ કરાશે : શિખર ૫૬ ફુટની ઊંચાઈએ લઈ જવાશે
Share This Article
Facebook Email Print
Previous Article BJP ના ધારાસભ્યએ કહ્યું, ‘અધિકારીઓ કરતાં આતંકવાદી સારા, વિસ્ફોટ કરી જવાબદારી તો લે છે’
Next Article સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up