By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર…!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર…!!
BusinessFeaturedNationalStock Market

અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર…!!

HM News
Last updated: 14/12/2021 11:19 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૮૩.૪૨ સામે ૫૮૦૫૯.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૮૦૩.૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૧૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬.૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૧૧૭.૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૪૬.૮૫ સામે ૧૭૩૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩૫૨.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૫૨.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારે વોલેટાઈલ રહ્યા બાદ ભારતીય શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ઓમિક્રોનની વધી રહેલી ચિંતા તથા આજથી શરૂ થઈ રહેલી અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ  કમિટિની બેઠક પહેલા રોકાણકારોનો સાવચેતીનો સૂર રહ્યો હતો. ઉપરાંત દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હતું. અમેરિકામાં ફુગાવા તથા રોજગારની મજબૂત સ્થિતિને પગલે ફેડરલ રિઝર્વ ટેપરિંગ કાર્યક્રમ જાહેર કરશે તે લગભગ નિશ્ચિત બન્યું છે. ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી પણ બજારનું માનસ બગાડી રહી છે.

વિશ્વને અત્યારે હચમચાવી રહેલાં અને ખાસ યુરોપના દેશોમાં ઓમિક્રોન-કોરોના વાયરસને લઈને અફડાતફડી મચી છે, અને અમેરિકા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના સંકેત આપી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના પોઝિટીવ કેસોનો આંક વધવા લાગતાં ફરી દેશમાં લોકડાઉનના  ભણકારાં વાગવા લાગતાં આજે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. કર્ણાટક, દિલ્હી બાદ મુંબઈ – મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના શંકાસ્પદ કેસો વધવા લાગતાં ગમે તે ઘડીએ ફરી લોકડાઉન લાગી શકે છે એવા અહેવાલો વહેતાં થતાં ફફડાટમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, ઓટો, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સીડીજીએસ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૦ અને વધનારની સંખ્યા ૧૮૦૧ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૧ના વર્ષમાં જોવા મળેલી  ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સની તેજીનો મોટાભાગનો લાભ ખાનગી કંપનીઓ જ ઉઠાવી રહી છે અને સરકાર આ લાભ ઉઠાવવામાં યા તો ઉદાસીન રહી છે અથવા તો તેમાં પાછળ પડી ગઈ  હોવાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે. દેશની સેકન્ડરી માર્કેટમાં તેજીની સાથોસાથ પ્રાઈમરી માર્કેટ પણ વર્તમાન વર્ષમાં ધમધમી રહી છે અને વર્ષ ૨૦૨૧માં ૫૩ જેટલા જાહેર ભરણાં મારફત કંપનીઓએ રૂ.૧,૧૪,૬૫૩  કરોડ ઊભા કરી લીધા છે. વર્તમાન વર્ષના નવેમ્બર સુધીમાં આવેલા અંદાજીત ૫૨ આઈપીઓમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા લવાયેલા આઈપીઓની સંખ્યા માત્ર બે જ જોવા મળી છે. જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી કુલ રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનની રકમમાંથી જાહેર ક્ષેત્રની બે કંપનીઓ દ્વારા રૂ.૫૪૫૩ કરોડ ઊભા કરાયા છે, જે કુલ રકમના ૫%થી પણ ઓછી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

વર્તમાન તેજીનો લાભ ઉઠાવવામાં સરકાર પાછળ રહી જવાના કારણોમાંનું એક કારણ અમલદારશાહી રહેલું હતું. છેલ્લા બે વર્ષથી સરકાર એલઆઈસી આઈપીઓ લાવવાની વાત કરે છે. વર્તમાન તેજીમાં આ આઈપીઓ આવી જવો જોઈતો હતો એમ પણ તેમણે જણાવ્યું હતું. વર્તમાન કેલેન્ડર વર્ષ સમાપ્ત થવાને આરે છે અને નાણાં વર્ષ પૂરું થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે સરકાર એલઆઈસીનું ભરણું લાવી શકશે કે કેમ તે જોવાનું રહેશે. એલઆઈસી, બીપીસીએલ બીજી કેટલીક કંપનીઓ ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા સરકાર ઈરાદો  ધરાવે છે, પરંતુ તેમાં અપેક્ષિત ગતિ જોવા મળતી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાતરની વિધિ પછી બકરાનું માંસ ખાતા 5 લોકોના મોત, 12 લોકો સારવાર હેઠળ
Next Article સચિન સેઝમાં હવાલા-સ્મગલિંગ- હવાલાનો ખેલ : 1 હજાર કરોડ હોંગકોંગ મોકલાયા; ત્રણની ધરપકડ, બે દિવસના રિમાન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

5 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

5 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

5 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up