By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો
AhmedabadGeneral

હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો

HM News
Last updated: 16/07/2022 6:20 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : તા.16 જુલાઈ 2022,શનિવાર : ચેક રિટનના કેસમાં સજા પામેલા એક આરોપીએ હાઇકોર્ટ સમક્ષ બાંહેધરી આપ્યા બાદ પણ તેનું પાલન નહી કરતાં હાઇકાર્ટે આરોપી નાયક અનિલકુમાર બબલદાસ વિરૂધ્ધ જામીનપાત્ર અને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.તેમ છતાં ગાંધીનગર સેક્ટર-૨૧ પોલીસે તેની બજવણી નહી કરી આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ નહી કરતાં હાઇકોર્ટે એવી ગંભીર માર્મિક ટકોર કરી હતી કે,પ્રસ્તુત કેસમાં આરોપી અને પોલીસની મિલીભગત હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે.એટલું જ નહી, પોલીસના બેદરકારીભર્યા વલણની ગંભીર નોંધ લઇ જસ્ટિસ સમીર જે.દવેએ આજે ગાંધીનગરના એસપી અને સેકટર-૨૧ના પીઆઇને હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા અને પોલીસની આ કેસમાં ભૂમિકાને લઇ રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો.

હાઇકોર્ટે પોલીસને જણાવ્યું હતું કે,તમે તમારી જાતને સમજો છો શું…? હાઇકોર્ટના હુકમનું પાલન કરવાની કોઇ ગંભીરતા છે કે નહી, હાઇકોર્ટ આવી ફરજચૂક કોઇપણ રીતે સાંખી નહી લે.હાઇકોર્ટે આકાશપાતાળ એક કરીને પણ આરોપીને શોધી કાઢી તેને પકડી કોર્ટ રૂબરૂ હાજર કરવા પોલીસને કડક તાકીદ કરી હતી.જસ્ટિસ સમીર જે.દવેએ કોર્ટ રૂબરૂ હાજર રહેલા ગાંધીનગર એસપી તરૂણકુમાર દુગ્ગલને પણ ગંભીર ટકોર કરી હતી કે,તમને એટલા માટે જ હાજર રખાવ્યા છે કે તમને ખબર પડે કે,તમારા તાબાના પોલીસ અધિકારીઓ કેવી રીતે ફરજ નિભાવે છે.

હાઇકોર્ટે સેકટર-૨૧ના પીઆઇ એમ.બી.ભરવાડનો ઉધડો લેતાં જણાવ્યું કે,તમે પીઆઇ છો તો તમને ખબર કંઇ ખબર પડે છે કે,નોન બેલેબલ વોરંટ એટલે શું..? હાઇકોર્ટના ઓર્ડરની કોઇ ગંભીરતા છે કે નહી..તમે પીઆઇ છો તો તમારી જાતને શું સમજો છો..? જો તમે હાઇકોર્ટના હુકમનું પાલન નથી કરતાં તો નીચલી કોર્ટોને શું ગણતા હશો..?પણ એટલું યાદ રાખો કે,હાઇકોર્ટ પોલીસ દ્વારા ફરજમા આ પ્રકારની ગંભીર નિષ્કાળજી કોઇ સંજોગોમાં સાંખી લેશે નહી.

આ કેસમાં ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ ધ્રુવ બી.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ આરોપી અનિલકુમાર બબલદાસ નાયકને ૨૦૧૯માં હાથ ઉછીના છ લાખ રૂપિયા આપ્યા હતા, જેની સામે આરોપીએ ચેક આપ્યા હતા પરંતુ તે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળ કેસ કર્યો હતો. જેમાં ગાંધીનગર કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને સાડા છ લાખ રૂપિયા જેટલી રકમ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

આ હુકમ સામે આરોપીએ હાઇકોર્ટમાં રિવીઝન અરજી કરી છે,જેમાં ખુદ આરોપીએ માત્ર ૨૦ ટકા રકમ ભરી બાકીની રકમ ૩૦ દિવસમાં ભરી દેવાની હાઇકોર્ટ સમક્ષ સોગંદનામાં મારફતે બાંહેધરી આપી હતી, જેનું આજદિન સુધી પાલન કરાયું નથી.આરોપીની આ વર્તણૂંકની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેની વિરૂધ્ધમાં પહેલાં બેલેબલ અને હાજર નહી થતાં નોન બેલેબલ વોરંટ જારી કર્યા હતા.તેમછતાં આરોપીને પોલીસ વોરંટની બજવણી કરી પકડી નહી શકતાં હાઇકોર્ટે આરોપી અને પોલીસ વચ્ચેની મિલીભગતની માર્મિક ટકોર કરી હતી.હાઇકોર્ટના નિર્દેેશાનુસાર,આજે ગાંધીનગર એસપી અને સેકટર-૨૧ના પીઆઇ રૂબરૂ હાજર રહ્યા હતા.જો કે,હાઇકોર્ટે બંને ઉચ્ચ અધિકારીઓને આડા હાથે લીધા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ-પુણે દુરંતો તથા તિરુવંતપુરમ રાજધાનીનું પ્રાયોગિક ધોરણે સુરતને વધારાનું સ્ટોપેજ
Next Article CA ફાઈનલનું ૧૨.૫૯ ટકા રિઝલ્ટ : ટોપ ૫૦માં અમદાવાદના પાંચ સ્ટુડન્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up