By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાઉદના નજીકના ગણાતા છોટા શકીલના બનેવી સલીમ ફ્રૂટની NIA દ્વારા ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દાઉદના નજીકના ગણાતા છોટા શકીલના બનેવી સલીમ ફ્રૂટની NIA દ્વારા ધરપકડ
GeneralMumbai

દાઉદના નજીકના ગણાતા છોટા શકીલના બનેવી સલીમ ફ્રૂટની NIA દ્વારા ધરપકડ

HM News
Last updated: 05/08/2022 8:38 AM
HM News
3 years ago
Share
SHARE

– સલીમ ફ્રૂટનું નામ પૂર્વ મંત્રી નબાવ મલિકના કેસમાં પણ સામે આવ્યું હતું

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર : રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ સમાન છોટા શકીલના સંબંધી સલીમ કુરૈશીની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે.તે સલીમ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે.આતંકવાદ વિરોધી એજન્સીએ ગત મે મહિનામાં પણ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓને શોધવા માટે મુંબઈ અને થાણેના 20થી વધુ સ્થળોએ દરોડો પાડ્યો હતો.

તપાસ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમ,છોટા શકીલ અને ગેંગસ્ટરના નજીકના સહયોગીઓ સામે પણ એફઆઈઆર દાખલ કરી હતી.એફઆઈઆર પ્રમાણે ભારતમાં આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર રચવા અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનથી એક સ્પેશિયલ યુનિટ બનાવ્યું હતું.તે યુનિટ ભારતના નેતાઓને ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરવાનું કામ કરતું હતું.ઉપરાંત દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલે પાકિસ્તાનમાં રહીને ભારતમાં તોફાનો ભડકાવવા ષડયંત્ર રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.

સલીમ ફ્રૂટનું નામ પૂર્વ મંત્રી નબાવ મલિકના કેસમાં પણ સામે આવ્યું હતું. સલીમ ફ્રૂટનું નામ કથિત રીતે તસ્કરી,નશીલા પદાર્થોની હેરફેર,મની લોન્ડ્રિંગ,ટેરર ફન્ડિંગ,સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજા વગેરેમાં સામેલ હતું.ઉપરાંત તે લશ્કર-એ-તૈયબા,જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદા જેવા કુખ્યાત સંગઠનોને નાણાં પૂરા પાડવાના કામમાં પણ સામેલ હતો.તપાસ એજન્સીએ આ વર્ષની શરૂઆતમાં ગોરેગામ નિવાસી આરિફ અબુબકર શેખ ઉર્ફે ભાઈજાન અને તેના ભાઈ શબ્બીર અબુબકર શેખની ડી-કંપનીની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ હોવાના અને ટેરર ફન્ડિંગમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરી હતી.

તપાસ એજન્સીએ 9 મેના રોજ મુંબઈમાં 24 અને મીરા રોડ ખાતે 5 સ્થળોએ દરોડો પાડ્યો હતો.દાઉદના શકમંદ સહયોગીઓના પરિસરોમાં તપાસ દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો,સ્થાવર મિલકતોમાં રોકાણના દસ્તાવેજો,મોટા પાયે રોકડ અને હથિયાર સહિતની આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

Ukraine War: ચેર્નોબિલ વર્કર્સ ટાઉનના મેયરે રશિયન સેના જતી રહી હોવાનું જણાવ્યું
કોરોનાને પગલે કંપનીઓને Q4ના પરિણામ ફાઈલ કરવા 45 દિવસનો સમય
લેટરબોમ્બ બાદ MLA પટેલ રાજકોટ પોલીસના તોડની એક ડઝન ફરિયાદ સાથે ગૃહમંત્રીને મળશે, હું CM પાસે આકરાં પગલાં લેવાની માગ કરીશ : MP મોકરિયા
કંગાળ ફોર્મનો શિકાર બનેલો કોહલી IPLમાંથી ખસી જાય : રવિ શાસ્ત્રી
પ્રજા લાચાર… લોકડાઉનમાં ધુણ્યો મોંઘવારીનો રાક્ષસ
Share This Article
Facebook Email Print
Previous Article ઇડીએ વેન્ટીલેશન વગરના રૂમમાં રાખ્યા હોવાની સંજય રાઉતની ફરિયાદ : કોર્ટે 8 ઓગસ્ટ સુધી કસ્ટડી લંબાવી
Next Article ગેંગસ્ટરો સાથે આતંકવાદી જેવું વલણ અપનાવો, જરૂર પડે તો વિદેશ પણ જાવ : NIAને કેન્દ્ર સરકારનો સ્પષ્ટ નિર્દેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up