સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે.તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે.14 દિવસના ક્વૉરન્ટીન ફરજિયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે.
સૌરાષ્ટ્રવાસીઓમાં વતન જવા તત્પર
વધતા લોકડાઉન પિરીયડ અને કપરી બનતી આર્થિક સ્થિતિ વચ્ચે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓમાં વતન જવા માટે તત્પર બન્યા છે.જે અંતર્ગત સુરતમાંથી રત્ન કલાકારો રવાના થશે ત્યારે તેમનુ ફરજીયાત સ્ક્રિનિંગ કરવામાં આવશે અને વતનમાં પણ તેઓનું મેડિકલ ચેકિંગ કરવામાં આવશે. જો કોઈમાં તાવ અને શરદીના લક્ષણો દેખાશે તો તેમને જવા નહી દેવામાં આવે.
પરપ્રાંતીયો માટે ટ્રેન મારફતે વતન જવાની વ્યવસ્થા
રાજ્યભરમાં પરપ્રાંતીયોને ટ્રેન મારફતે વતન જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસમાં કુલ 18 ટ્રેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં સુરતથી ઓડિશા જવા માટે આજે વધુ ત્રણ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરતથી ઝારખંડ અને બિહાર જવા માટે એક-એક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.આજે અમદાવાદથી પરપ્રાંતીયોને વતન જવા માટે પણ બે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.પરપ્રાંતીયો વતન જવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટમાં પાસ ઈશ્યુની કામગીરી પણ ચાલી રહી છે.


