નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસે ચાર મહિનામા 40 લાખ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે.દુનિયામાં 2.70 લાખ લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.આ વાયરસ ક્યાંથી આવ્યો અને કયા કયા માધ્યમથી ફેલાય છે,તેના પાકા સબૂત હાથ નથી લાગ્યાં.વૈજ્ઞાનિકો માટે આ વાયરસ એકદમ નવો છે,આ કારણે તેના પર બધા દેશોમાં રિસર્ચ ચાલી રહ્યું છે અને દરરોજ નવા નવા દાવા કરવામાં આવી રહ્યા છે.એવામાં સેક્સ કરવાથી પણ આ વાયરસ ફેલાતો હોવાની આશંકા છે.
38 દર્દી પર રિસર્ચ
રિપોર્ટ મુજબ શાંગચિઉ મ્યૂનિસિપલ હોસ્પિટલની એક ટીમે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈલાજ કરાવી ચૂકેલા 38 રોગીઓનો ટેસ્ટ કર્યો.આ દરમિયાન 6 લોકોમાં કોરોના વાયરસ મળ્યા.જેમાં ચાર બહુ બીમાર હતા જ્યારે બે ઠીક થઈ રહ્યા હતા.આ રિસર્ચ હવે જામા નેટવર્ક ઓવનમાં પ્રકાશિત થયો છે. શોધકર્તાઓ મુજબ વીર્યમાં કેટલા દિવસ સુધી વાયરસ જીવતો રહી શકે તે હજી જાણી શકાયું નથી.સ્પર્મમાં કોરોના મળવાની આશંકાના પગલે સેક્સ કરવાથી વાયરસ ફેલાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે,જો કે વૈજ્ઞાનિકોને કોઈ પાક્કાં સબૂત મળ્યા નથી.જ્યારે બહુ ઓછી સંખ્યાના દર્દીના સ્પર્મમાં આ વાયરસ મળે છે.બની શકે કે ભવિષ્યમાં કોરોના સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિજીજમાં આવી જાય.આના પર રિસર્ચ ચાલુ છે.
નિષ્કર્ષ પર પહોંચવા માટે રિસર્ચ જરૂરી
બ્રિટેનના શેફીલ્ડ યૂનિવર્સિટીમાં એંડ્રોલૉજીના પ્રોપેસર એલન પૈસી મુજબ હજી કોરોના પર ઘણા રિસર્ચ થવાના બાકી છે.સ્ટડીમાં સ્પર્મમાં કોરોના હોવાના કોઈ પુખ્તા સબૂત મળ્યા નથી.આની સાથે જ આ કેટલીવાર સ્પર્મમાં સક્રિય રહેશે તે પણ ખબર નથી,એવામાં કોરોના મળવો કોઈ મોટી વાત નથી.જે સ્ટડી પ્રકાશિત થઈ તે ઘણી જ નાની છે. જો આના સારા પરિણામ જોઈએ તો મોટી સંખ્યામાં લોકો પર ટેસ્ટ કરવા પડશે

