અમદાવાદ : રાજકોટ સહિતની ૬ મહાનગરપાલિકાઓ,૩૧ જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો,નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂટાયેલા વર્તમાન બોર્ડની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂરી થવામાં છે.ત્યારે નવેસરથી ચૂંટણી યોજવાના બદલે વર્તમાન બોર્ડની મુદત વધારવા અથવા તો વહીવટદાર શાસન લાદવાની દિશામાં ભાજપના ટોચના નેતાઓએ કવાયત શરુ કરી દીધી છે.હાલ આ સમગ્ર પ્રકરણ ચૂંટણીપચં તથા ગુજરાત સરકારના જી.એ.ડી અને કાયદા વિભાગ સમક્ષ મૂકવામાં આવ્યું છે.
કોરોના સામેનો જગં લડવામાં ગુજરાતની ભાજપ સરકાર સરેઆમ નિષ્ફળ નીવડી છે એવા આક્ષેપો તેમની સામે થઇ રહ્યા છે.ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં પણ ભાજપ સફળ ન રહ્યું હોવાનું બોલાઇ રહ્યું છે.આ ઉપરાંત નવા સીમાંકનનું પ્રકરણ અધું મૂકી દેવાયું હોવાથી નવેસરથી ચૂંટણી યોજવાના બદલે વહીવટદાર શાસન લાદવામાં આવે અથવા તો મુદત લંબાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી છે.જોકે રાજકીય વિશ્લેષકો જણાવે છે કે આ તો ચૂંટણી પાછી ઠેલવાના અથવા તો વહીવટદારનુ શાસન મૂકવા માટેના બહાના છે.વાસ્તવમાં જો હાલના સમયમાં ચૂંટણી યોજાય તો ભાજપને ભૂંડા પરાજયનો સામનો કરવો પડે તેટલી હદે લોકોમાં રોષ છે.લોકોમાં રોષ છે તે ટાઢો પાડવાં માટે ભાજપના ટોચના નેતાઓ સમય પસાર કરવાની નીતિ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં લોકમાનસને ભાજપ તરફ વાળવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવશે.
આગામી ડિસેમ્બર-૨૦૨૦માં રાજ્યની ૬ મ.ન.પા.,૫૫ પાલિકા અને ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થનાર છે. આ કોરોનાની સ્થિતિ લાંબી ચાલે તો ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થાય તો કોવીડ-૧૯ની સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે.આ તબક્કે રાજ્યના સરકાર કાયદાકીય રાહે ઉકેલ શોધવા આગળ વધી રહી છે.વર્તમાન બોડીની મુદત વધારવી અથવા તો વહીવટદારોની નિમણૂક કરવાની દિશામાં વિચારણા શરૂ કરી છે.આ માટે કાયદા-વિભાગના ઉચ્ચ અધિકારીઓની સલાહ પણ લેવામાં આવી રહી છે.સચિવાલયના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઈ વિવિધ યોજનાકીય અમલવારી પર ફોકસ કરવાના આદેશો થયા છે.વિવિધ વહીવટી પ્રક્રિયા ફાસ્ટટ્રેક પર મૂકવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યના સામાન્ય વહીવટી વિભાગની સાથે જોડાયેલા અને રાય ચૂંટણી આયોગ સાથેના સૂત્રોના જણાવ્યાનુસાર રાયના ૬ મ.ન.પા. જૂનાગઢ અને ગાંધીનગર સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ૫૫ નગરપાલિકા અને ૩૧ જિલ્લા પંચાયત વિસ્તારના સીમાંકનનો મામલો કોરોનાના કારણે સંપૂર્ણ અધ્ધરતાલ રહ્યો છે.આટલા ટૂંકાગાળામાં આ પૈકીની એક પર પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તેવા કોઈ સંજોગો નજીકના ભવિષ્યમાં દેખાતા નથી.
કોરોનાના સંકટના કારણે બજેટ સત્રની આસપાસ નગરીપાલિકા અને મહાનનગરપાલિકાની હદ વધારવા,વોર્ડ સીમાંકન જેવી બાબતોનું કામકાજ આજદિન સુધી થઈ શકયું નથી.શહેરી વિકાસ વિભાગે મ.ન.પા. અને નગરપાલિકા અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા વિલીનીકરણના પ્રસ્તાવો મોકલવાની સૂચના આપી હતી પરંતુ તે પણ થઈ શકયું નથી,આવા વિકટ સંજોગો વચ્ચે આ તમામ સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં કેવી રીતે ચૂંટણી યોજવી તે એક પક્ષ પ્રશ્ન બની ગયો છે.આથી રાજ્ય સરકારના ટોચના સૂત્રોનું માનીએ તો વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદત વધારી શકાય તે નહીં તે શકયતાઓ તપાસવામાં આવી રહી છે. બીજીબાજુ રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો અસામાન્ય સંજોગોમાં ચૂંટણી ન થઈ શકે ત્યારે તમામ સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવે છે.આ નિમણુક ત્યાં સુધીની રહે છે કે જયાં સુધી નવી બોડી ચૂંટાયને ન આવે.હાલના સંજોગોમાં રાજ્ય સરકાર પાસે સ્થાનિક સ્વરાયની ચૂંટણી યોજવા માટેની કોઈપણ પ્રકારની તૈયાર જ નથી કોરોનાના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને સરકાર કલેકટરોને વિશાળ સત્તા આપીને વહીવટદારોને નિમણૂક આપી શકે છે.હાલના સંજોગોમાં રાજ્ય સરકાર દ્રારા વહીવટીદારની નિમણૂક એકમાત્ર ઉપાય હોવાનું લાગી રહ્યું છે


