નવી દિલ્હી, 28 મે : સંઘના ભૂતપૂર્વ નેતા- ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી અને જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર અનુપમ ખેર એક ડિજિટલ પ્લેટફોર્મ પર સાથે જોવા મળશે.વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા,ડિજિટલ વ્યાખ્યાન શ્રેણી જ્ઞાનગંગા – વર્ડ્સ ઓફ વિઝડમ આ શ્રેણી અંતર્ગત,કાશ્મીરી પંડિત ટ્રેજેડી અને ઉપાય પર એક વિશેષ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ છે.
28 મેના રોજ વિરાટ હિન્દુસ્તાન સંગમના યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ કરવામાં આવશે.અનુપમ ખેર અને ડો.સુબ્રમણ્યમ સ્વામી ભારતની પરિસ્થિતિ અને કાશ્મીરી પંડિતો પરના સંભવિત ઉપચારાત્મક ઉપાયો અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.અનુપમ ખેર અને ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વિવિધ મંચના કાશ્મીરી પંડિતોના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપશે.
ડો.સુબ્રમણ્યમ સ્વામીએ,દેશવ્યાપી કર્ફ્યુનો યોગ્ય ઉપયોગ કરવા નવીન પહેલ શરૂ કરી છે.વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા જ્ઞાનગંગા- વર્ડ્સ ઓફ વિઝડમ નામની ડિજિટલ વ્યાખ્યાન શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ કાર્યક્રમની શરૂઆત, 2 એપ્રિલના રોજ રામ નવમીના દિવસે, ડો.સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પ્રથમ ડિજિટલ વ્યાખ્યાનથી કરવામાં આવી હતી.જ્ઞાનગંગા- દ્વારા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અનેક વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કરે છે.આ જ્ઞાનગંગા પહેલને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.અત્યાર સુધીમાં, 110 થી વધુ દેશોના 4 મિલિયનથી વધુ નાગરિકો, વિવિધ સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમનો આનંદ લઇ ચૂક્યા છે.

