ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્યોના પક્ષાંતરથી હવે ભાજપે બાજી મારી લીધી હોવાના સંકેત છે અને હવે તા.19ના રોજ કોંગ્રેસના કયા ઉમેદવાર માટે પરાજય નિશ્ચિત છે તે અંગે ચર્ચા વચ્ચે ગઈકાલે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠકમાં પક્ષના 66 જે ધારાસભ્યો બચી ગયા છે તેમાં પ્રથમ પસંદગીનો મત પક્ષના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહીલને આપશે તે નિશ્ચિત થતા ગોહીલની જીત નિશ્ચિત થશે અને હવે ભરતસિંહ સોલંકી જેઓ અગાઉ મોવડીમંડળ પાસે ધોકો પછાડીને રાજયસભાની ટિકીટ લઈ આવ્યા હતા. તેઓએ જીતવા માટે પક્ષમાંજ ભાગફોડ કરવી પડે તેવી સ્થિતિ છે.
ભાજપનું ટાર્ગેટ જો કે શક્તિસિંહ ગોહીલ છે જે અહેમદ પટેલની માફક હવે રાષ્ટ્રીય નેતા બનવા લાગ્યા છે અને તેથી ભાજપ હવે કોંગ્રેસમાં જ ક્રોસ વોટીંગ કરાવીને આ સ્પર્ધા પ્રથમ પસંદગી ઉપરાંત ચોથી બેઠક માટે બીજી પસંદગીના પક્ષોની પણ બનાવી શકે છે.ભાજપે આ માટે તેના ઈલેકશન નિષ્ણાંતોને કામે લગાડી દીધા છે.કોંગ્રેસમાં પણ ભરતસિંહ સોલંકી જૂથ મજબૂત છે અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તો પારિવારિક સંબંધ ધરાવે છે તેથી ભાજપને શક્તિસિંહ સામે ‘બદલો’ લઈને કોંગ્રેસ મોવડીમંડળને ફટકો મારશે.
2017માં અહેમદ પટેલની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલની ભૂમિકા મહત્વની બની હતી અને તેથી ભાજપ તેને હરાવવા માંગે છે.રસપ્રદ રીતે તા.19 જૂન એ રાહુલ ગાંધીનો જન્મદિન છે અને ભાજપના એક નેતાએ કહ્યું કે અમો દિલ્હીમાં રાહુલને ચૂંટીને વધુ આકરા સંદેશ તરીકે મોકલવા માંગીએ છીએ.
રાજયસભાના નવા બદલાયેલા ગણીત મુજબ હવે કોઈપણ ઉમેદવારને જીતવા માટે 346 મતો જરૂરી બનશે અને તેમાં હવે ભારતીય આદિવાસી પાર્ટીના વસાવા પિતા-પુત્રના બે મતો મહત્વના બની જશે.જેઓ હવે મતદાનમાં હાજર ન રહે તે જોવા ભાજપ આતુર છે.2017માં તેઓએ અહેમદ પટેલ સામેના સંબંધોથી કોંગ્રેસને મત આપ્યા હતા.હવે પક્ષના સૂત્રોએ કહ્યું કે માધવસિંહ સોલંકીનું કલેકશન કામે લગાડીને ભરતસિંહને જીતાડવાનો પ્રયાસ થશે.
જીજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસને નિશ્ચિત છે. ભાજપના સૂત્રો કહે છેકે કોંગ્રેસના વધુ ધારાસભ્યોના રાજીનામા જેઓ ભરતસિંહ કેમ્પમાં નથી તેઓને ધારાસભ્ય પદ છોડવા માટે ‘ઓફર’ કરાશે હજુ 14 દિવસ બાકી છે.જેથી ભરતસિંહના મતો વધારાશે.ધારાસભ્ય કોરોના પોઝીટીવ થાય તો પ્રોકસી-બેલેટ પેપર વોટીંગની શકયતા
ભાજપે પાણી પહેલા પાળ બાંધી લીધી
ગુજરાતમાં એક તરફ રાજયસભાની ચૂંટણીમાં એક-એક મતની લડાઈ બની રહી છે ત્યારે ભાજપના બે ધારાસભ્ય કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જો કે હજુ મતદાનને 14 દિવસની વાર છે અને ત્યાં સુધીમાં તેઓ સ્વસ્થ થઈ જશે.પરંતુ જો કોઈ વધુ ધારાસભ્ય પોઝીટીવ થાય કે કવોરોન્ટાઈનમાં જવુ પડે તો તેના માટે પ્રોકસી અથવા બેલેટ પેપર વોટીંગની શકયતા છે.લોકપ્રતિનિધિત્વ ધારામાં પ્રોકસી વોટીંગની જોગવાઈ નથી પણ ગુજરાતના ચૂંટણી કમિશ્નર ડો.મુરલી ક્રિષ્નાએ કહ્યું કે અમે દિલ્હીનું માર્ગદર્શન માંગ્યુ છે અને બેલેટ પેપર વોટીંગની શકયતા રહે છે.


