સુરતમાં એક તરફ કોરોનાનાં કહેરને કારણે પોસ્ટર યુદ્ધનાં મંડાણ થઇ ગયા હોવાનુ અને રાજ્ય આરોગ્ય મંત્રી અને સુરતનાં ધારાસભ્ય કિશોર કાનાણી ખોવાયાનાં પોસ્ટરો લાગ્યા હોવાનું સામે આવી રહ્યુ છે.જી હા,સુરતને કોરોનાનાં વધતા કેસ ધીમે ધીમે બદસુરતી આપી રહ્યો હોય તેવી રીતે રોજને રાજ કોરોનાના અધધઘ કેસ સામે આવી રહ્યા છે.
આજે પણ કોરોનાનો કહેર સુરત માટે યથાવત ઉતરતો જોવામાં આવી રહ્યો છે.પાછલા દિવસે અધધધ કેસ સામે આવ્યા બાદ આજે બપોર સુધીમાં સુરતમાં ફરીથી એક સાથે વધુ 32 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.આ 32 કેસ સાથે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 2211 થઇ ગઇ છે.


