By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા વાપીના તબીબ સામે કાર્યવાહીનો હુકમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા વાપીના તબીબ સામે કાર્યવાહીનો હુકમ
GeneralSouth Gujarat

જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા વાપીના તબીબ સામે કાર્યવાહીનો હુકમ

HM News
Last updated: 11/06/2020 11:08 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 10 જૂન : કચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીની નિયમિત જામીન અરજી ભચાઉ કોર્ટ દ્વારા ફગાવી દેવાઇ છે. કોર્ટને ગેરમાર્ગે દોરી મનીષાએ પોતાના પતિની બીમારી અંગે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતા કોર્ટે મનીષાની જામીન નામંજૂર કરીને ખોટું તબીબી પ્રમાણપત્ર આપનાર વાપીના તબીબ સામે પણ કાર્યવાહીનો હુકમ કરતા તબીબોમાં ખળભળાટ મચી ગયો છે.

જામીન અરજી ફગાવાઈ.કચ્છના જયંંતિ ભાનુશાળી હત્યા કેસમાં સામેલ વાપીની મનીષા ગોસ્વામીની ધરપકડ બાદ 18 મે 2020ના રોજ તેણે ભચાઊની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં મનીષાએ વાપીમાં રહેતા તેના પતિ ગજ્જુગિરી ગોસ્વામીને હાર્ટ તથા બીપીની ગંભીર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોર્ટે જામીન અરજી અને સાથે રજૂ કરેલા મેડિકલ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજનું અવલોકન કર્યા બાદ જામીન અરજી ફગાવી દીધી હતી.

પુરાવામાં મહત્વનું એવા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું જણાવી આવતા વાપી જીવનદીપ હોસ્પિટલના ડો.સુનિલ સક્સેના સામે પણ કોર્ટે શનિવારે કાર્યવાહી કરવાનો હુકમ કરતા તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો.ડો.સુનિલ સક્સેનાએ તબીબી સેવાની શરૂઆત વાપી હરિયા હોસ્પિટલથી જનસેવા હોસ્પિટલ, ઉષા હોસ્પિટલ અને છેલ્લે આયુષ હોસ્પિટલ છોડી જીવનદીપ હોસ્પિટલથી જોડાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

કોર્ટને શંકા જતા તબીબની પૂછપરછ હાથ ધરાઇ. 12મે ના રોજ આરોપી મનીષાએ કોર્ટમાં જામીન અરજીમાં વાપીના ડો.તબીબનું મેડિકલ સર્ટિ.પણ તે જ તારીખનું રજુ કર્યું હતું.કોર્ટને શંકા જતા આ અંગેની તપાસ પોલીસને સોંપી હતી. પોલીસે વાપી જીવનદીપ હોસ્પિટલના ડો.સુનિલ સક્સેનાથી પૂછપરછ કરતા ડોક્ટરે કબૂલ્યું હતું કે, મનીષા જેલમાં હોવાથી તેનો પતિ 12મી મેના રોજ જામીન અરજી માટે મેડિકલ સર્ટિફિકેટ લેવા આવતા ખોટું સર્ટિ. તેમણે બનાવી આપી હતી.

CM રૂપાણી અને તેમના પત્ની રાજકોટની હોસ્પિટલની લિફ્ટમાં ફસાયા
કોરોનાના નવા 140 કેસ, અમદાવાદમાં 81 દર્દી, વડોદરામાં 21 કેસ નોંધાયા
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દેશદ્રોહી? ફીઝા ખાનની જીત પર રાજસ્થાન NSUIએ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા લગાવ્યા
કોંગ્રેસના MLA પ્રતાપ દુધાતનુ સ્ફોટક નિવેદન, BJPના ઉમેદવાર જે.વી કાકડિયા પર 16 કરોડ લીધા હોવાનો આરોપ
તમિલનાડુ: 25 વર્ષીય નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરે કરી આત્મહત્યા
Share This Article
Facebook Email Print
Previous Article સરીગામ મરીન પોલીસ મથકના કર્મી સામે આખરે ગુનો દાખલ
Next Article ભાજપના નેતાઓએ કરોડોની ઓફર આપ્યાનો વાંસદાના ધારાસભ્યનો આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up