વલસાડ, 12 જૂન : વલસાડ પાલિકા સીઓએ ફાયર સ્ટેશનના અધિકારીને જારી કરેલા લેખિત આદેશમાં ફાયર સ્ટેશનમાં કોઇક કર્મચારીઓ તીનપત્તી રમતા હોવાની વાતો સપાટી પર આવી હોવાનું જણાવાયું છે.વધુમાં કેટલાક કર્મચારીઓ ફાયર સ્ટેશનમાં તીનપત્તીની રમત રમતા હોવાના મુદ્દે હકીકત શું છે તેની ચકાસણી કરવા અધિકારીને લેખિત સૂચના આપવામાં આવી છે.સીઓ જે.યુ.વસાવાએ આદેશ કરતા જણાવ્યું કે,આવી હરકતથી નગરપાલિકાની શાખને હાનિ પહોંચે છે અને નગરપાલિકાના કર્મચારી હોવાના નાતે સરકારના સેવા શિસ્તના નિયમોનુ પાલન અને અમલીકરણ ફરજિયાત હોવા છતાં આ પ્રકારનું કૃત્ય આચરવું બિલકુલ ચલાવી લેવાય તેમ નથી.આ કૃત્ય વલસાડ નગરપાલિકાની ગરીમાને હાનિકારક છે.આ સાથે સીઓએ આ મુદ્દે જરૂરી ચકાસણી કરી અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે.


