વલસાડ, 12 જૂન : ઉદ્યોગપતિને કારમાં બેસાડી અપહરણ બાદ તેમને ચપ્પુ બતાવી 50 લાખની ખંડણી વસૂલનાર આરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ છે. ચલામાં રહેતા અને જીઆઇડીસીમાં કંપની ધરાવતા અમિતકુમાર શાહ 10 ફેબ્રુઆરી રોજ કંપનીથી ઘરે જવા નીકળ્યા હતા.તે દરમિયાન બાઇક અને કારમાં આવેલા ઇસમો ઉદ્યોગપતિને તેની જ બીએમડબ્લ્યુ કારમાં બેસાડીને ડુંગરા તરફ લઇ ગયા હતા.જ્યાં ચપ્પુ બતાવી ઘરેથી રૂ.50 લાખ મંગાવતા પીડિતના પિતાએ આરોપીઓને રૂપિયા આપ્યા બાદ પીડિતને આરોપીઓ છોડીને ફરાર થઇ ગયા હતા.આ કેસમાં આરોપી અંકિત કુમાર મુરલીધર દુબેએ કરેલ જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદીએ તેની અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.


