વલસાડ,12 જૂન : વલસાડ જિલ્લાના વાપી તાલુકાના લવાછા ગામ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી 07 સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના લવાછા ગામના વિસ્તારમાં આવેલા હરિયાણા હોટલની પાછળ આવેલા શૈલેન્દ્રભાઇની ચાલને એ.પી. સેન્ટર અને ચાલના 08 રૂમો તથા શ્યામશ્રીરામની ચાલના 8રૂમો મળી કુલ-16 રૂમોના હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુજઓ ગ્રામ પંચાયત લવાછા દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટમર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


