વલસાડ, 12 જૂન : પારડી તાલુકાના 100થી વધુ કામદારો દમણની ખેમાણી ડિસ્ટલરીમાં નોકરી કરે છે.જેઓ લોકડાઉનમાં દમણના પ્રસાશને ગુજરાત સાથે જોડતી તમામ બોર્ડરો સીલ કર્યા બાદ હજુ સુધી દમણમાં પ્રવેશ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી ન કરાતાં દમણ નોકરીએ જઈ શકતા નથી અનલોક-1ની જાહેરાત સાથે પારડીના દમણ ખાતે ખેમાણી ડિસ્ટલરીમાં નોકરીએ જવા માંગતા 100 વધુ કામદારો હાલમાં તેમની સમસ્યા અંગે એક કચેરીથી બીજી કચેરીનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ સમસ્યાનો ઉકેલ મળ્યો ન હતો બુધવારના રોજ કામદારો રજૂઆત માટે પારડી ખાતે વલસાડ ડાંગના સાંસદ ડો કેસી પટેલના કાર્યલય ખાતે પહોચ્યા હતા જ્યાં તેમની રજૂઆત સાંભળી હતી અને ખેમાણી ડિસ્ટલરીના મેનેજર દેસાઇને બોલાવી તમામ કામદારોને ઇ પાસની વ્યવસ્થા કરી આપવાનું જણાવતા સાંસદના પ્રયત્નોથી નોકરી વગર દયનીય હાલતમાં રખડતા કામદારોને ન્યાય મળ્યો હતો.


