વલસાડ, 12 જૂન : ઉમરગામ તાલુકાના 239 માછીમારો રોજી રોટી મેળવવા ઈરાનમાં ગયા હતા.કોરાના વાયરસના સંક્રમણના કારણે છેલ્લા 4 માસથી સમુદ્રમાં બોટમાં રહ્યા હતા.ભારત સરકારે ફસાયેલા માછીમારોને પરત લાવતા ઉમરગામના કાંઠા વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે.ઉમરગામ તાલુકામાં પૂર્ણ સમયની રોજી રોટી ન મળતા તાલુકાના માછીમારો રોજી રોટી મેળવવા માટે ઈરાન બંદરે માછીમારી માટે ગયા હતા.જેમાં મરોલી,કલગામ,કાલઇ,ઘોડિપાડા સહિત અન્ય ગામોના 200થી વધુ માછીમારોનો સમાવેશ થાય છે.કોરાના વાયરસની મહામારીએ પુરા વિશ્વને ઝપેટમાં લેતા સંક્રમણને રોકવા માટે વિવિધ દેશો દ્વારા લોકડાઉનની જાહેરાત કરાતા માછીમારો ઇરાનમાં ફસાયા હતા.
ભગવાન ઉપર ભરોસો હતો.લોકડાઉનમાં ઘરના તથા સગા સંબંધીઓ ઈરાનમાં ફસાયેલા હતા.જેઓ સમુદ્રમાં બોટમાં રહી દિવસો વિતાવતા હતા.છેલ્લા ચાર માસથી સમુદ્રમાં રહેતા અમો ભગવાન પર વિશ્વાસ રાખ્યો હતો.આજે અમારા ઘરના તથા સગા સબધી તથા તાલુકાના ફસાયેલા માછીમારો પોરબંદર ઉતરતા ખુશી અનુભવી રહ્યા છે.ગુજરાતમાં આવતા શાંતિ થઈ.મારો નાનોભાઈ રમેશ બારી ઈરાન ખાતે માછીમારી પ્રવૃતિમાં નોકરી કરવા ગયો હતો.ભગવાન પાસે અનેક પ્રાર્થના કરી હતી.સ્થાનિક નેતાઓ અને સરકારી વિભાગને પણ આજીજી કરી હતી. અંતે ભાઈ ગુજરાત આવતા શાંતિ થઈ છે.


