વલસાડ, 16 જૂન : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ, દીવના એકત્રીકરણ બાદ સેલવાસ સચિવાલય બિલ્ડીંગમાં કાર્યરત વિભાગીય સ્ટાફની સાગમટે શનિવારે દમણના સેક્રેટરીયેટ ખાતે બદલીના હુકમો કરાતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સેક્રેટરીથી લઈને પ્યુન સુધીના સ્ટાફની દમણમાં બદલી કરવામાં આવી છે. 26 મી જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા ત્રણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકત્રીકરણ કરીને ત્રણેય પ્રદેશના એકત્રીકરણ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનું મુખ્યાલય ગણાતા સેલવાસના સેક્રેટરિયેટ સ્ટાફના સામુહિક બદલીના આદશે શનિવારે ડિરેકકટર કમ ડેપ્યુટી સેક્રેટરી ગુરપ્રિત સિંગ દ્વારા કરવામાં આવ્યા છે. સેલવાસ સેક્રેરરિયેટમાં ફરજ બજાવતા સચિવથી લઈને છેક પટાવાળા સુધીના 100 થી વધુ સ્ટાફની દમણના સચિવાલયમાં બદલી કરવામાં આવૈ છે. વર્ષ 2000 માં 16 ડિસેમ્બરે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના હસ્તે સેલવાસ સચિવાલયનું લોકાર્પણ થયું હતુ. ત્રણે સંઘપ્રદેશના વિલય પછી મંત્રાલય દમણ ખાતે કાર્યરત થતા સેલવાસ સચિવાલય બિલ્ડીંગને 20 વર્ષ પછી નવી ઓળખાણ મળશે એવું જાણવા મળી રહ્યું છે.


