ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે સવારથી મતદાન શરુ થઈ ચુક્યું છે.આ મતદાન સાંજે 4 કલાક સુધી ચાલશે.તેવામાં કોગ્રેસના ધારાસભ્યોને 2 લકઝરી મારફતે લાવવામાં આવ્યા હતા.જેમાંથી એક બસની આગેવાની અમિત ચાવડાની જ્યારે બીજી બસની આગેવાની પરેશ ધાનાણીએ લીધી હતી.કોગ્રેસના 30 ધારાસભ્ય મતદાન કર્યું છે.
ચુંટણી શરુ થતાંની સાથે જ સૌથી વધુ ચર્ચા એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાના નિવેદનથી શરુ થઈ છે.એનસીપીના કાંધલ જાડેજાએ પાર્ટીના મેનડેડ મુજબ જ મતદાન કર્યું હોવાનો દાવો કર્યો છે.નોંધનીય છે કે તેઓ મતદાન કરવા માટે ધર્મેન્દ્ર સિંહની ગાડીમાં આવ્યા હતા.
આ વર્ષની રાજ્યસભાની ચુંટણી ભાજપ અને કોંગ્રેસ માટે રસાકસીનો જંગ છે.આ ચુંટણીનું પરીણામ રાત્રે 8 કલાક સુધીમાં જાહેર થશે.પ્રથમ વખત મતદાન મથકની અંદર કેમેરા લગાવવામાં આવ્યા છે અને મતદાન મથકનું વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.


