વલસાડ,19 જૂન : વલસાડ મધુબનડેમમાં 15મી જૂન સુધીમાં જ પાણીનું સ્તર 1મીટર વધી ગયું છે.કારણકે આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થઇ જતાં હાલમાં જ પાણીનું સ્તર 69.35 થઇ ગયું છે.જયારે ગતવર્ષે ચોમાસુ 28મી જૂને શરૂ થયું હતું.અને પાણીનું લેવલ 64 મીટર હતું.તેનાં કારણે ગતવર્ષે પાણીની તંગી પડી હતી. જયારે આ વખતે ચોમાસુ 2જી જૂને શરૂ થઇ જતાં 15મી જૂન સુધીમાં જ પાણીનું સ્તર 1 મીટર વઘી ગયું છે.તેનાં કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.જયારે બીજી તરફ કપરાડા તાલુકામાં 15મી જૂન સુધીમાં 11.50 ઇંચ નોંઘાયો છે અને ખાનવેલમાં 7.20 ઇંચ વરસાદ પડયો છે.તેનાં કારણે મધુબનડેમમાં પાણીનું સ્તર વઘી ગયું છે.


