વલસાડ, 19 જૂન : વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવાના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા દબાણ કરાઇ રહ્યું છે. કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકો ફીનું કારણ દર્શાવી અટકાવી રાખ્યા છે. ઉમરગામની પેદાર શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓ પાસે શાળાના આચાર્ય દ્વારા વાલીઓને શાળાની ફી ભરી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે તેમ આવેદન પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.નર્સરી થી ધો.2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ કે કોમ્પ્યુટર આવડતું ન હોવાથી તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન કેટલું યોગ્ય છે તેમ પ્રશ્નો આવેદન પાત્રમાં ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવા વાલીઓને ઈન્ટરનેટના ખર્ચા વધી રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા.હાલે ઓનલાઇન એજ્યુકેશન આપવા વિદ્યાર્થીઓનો મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ વધવાથી તેમની આંખોને ભવિષ્યમાં તકલીફ પડશે.શાળાઓ શરૂ થયા બડે આ વિદ્યાર્થીઓ મોબાઈલ અને કોમ્પ્યુટરથી દૂર રહી નહિ શકે તેને લઈને ઓનલાઇન એજ્યુકેશનના મુદ્દે આવેદન પત્રમાં વાલીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.


