[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારતનો જીડીપી ચાલુ વર્ષે ઘટીને -૪ ટકા રહેવાનો અંદાજ : ADB

[updated_date] [post_views]

Table of Content

એશિયન ડેવલપમેન્ટ બેન્ક(એડીબી)ને ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થતંત્રમાં નેગેટિવ વૃદ્ધિનો અંદાજ છે.એડીબીના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકિય વર્ષમાં જીડીપી વૃધ્ધિ-૪ ટકા રહેશે, જે એપ્રિલમાં ૪ ટકાની વૃધ્ધિનો અંદાજ કરતા નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. એડીબીએ ૨૦૨૧-૨૨ માટે વૃધ્ધિનો અંદાજ ઘટાડી ૫ ટકા કર્યેા છે, જે એપ્રિલમાં ૬.૨ ટકા હતો.

એડીબીના જણાવ્યા અનુસાર ૨૦૧૯-૨૦ના ચોથા કવાર્ટરમાં ભારતની જીડીપી વૃધ્ધિ ઘટીને ૩.૧ ટકા રહી હતી,જે ૨૦૦૩ પછીનો સૌથી ધીમો વૃધ્ધિદર છે.નિકાસ અને રોકાણમાં ઘટાડાને પગલે સમગ્ર નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં આર્થિક વૃધ્ધિદર પણ ઘટીને ૪.૨ ટકા રહ્યો હતો.૨૦૨૦માં એશિયાનો વૃધ્ધિદર માત્ર ૦.૧ ટકા રહેવાનો અંદાજ છે,જે એપ્રિલના ૨.૨ ટકાના અંદાજની તુલનામાં ઘટાડો સૂચવે છે.એડીબીના જણાવ્યા અનુસાર કોરેના વાયરસને અટકાવવા માટે લેવાયેલાં પગલાંથી આર્થિક પ્રવૃત્તિને અસર થઇ છે અને માગ ધીમી પડી છે. ૧૯૬૧ પછી એશિયાની આ સૌથી ધીમી વૃધ્ધિ હશે. ૨૦૧૯માં એશિયાનો વૃધ્ધિદર ૫.૧ ટકા રહ્યો હતો. જોકે,૨૦૨૧માં વૃધ્ધિદર ૬.૨ ટકા રહેશે, જે એપ્રિલમાં જાહેર કરાયેલા વૃધ્ધિના આંકડા જેટલો છે.

એડીબીના જણાવ્યા અનુસાર હોંગકોંગ, ચીન જેવા નવા ઔધોગિક અર્થતત્રં સિવાય કોરિયા, સિંગાપોર અને તાઇવાન જેવા એશિયન અર્થતત્રં ચાલુ વષે ૦.૪ ટકા અને ૨૦૨૧માં ૬.૬ ટકા વૃધ્ધિ દર્શાવે તેવો અંદાજ છે.એશિયાનાં વિકસી રહેલા અર્થતંત્રો ૨૦૨૦માં ૨.૯ ટકાના દરે વધવાનો અંદાજ છે.એપ્રિલમાં આ અંદાજ ૩.૨ ટકા હતો.૨૦૨૧માં ફુગાવો ઘટીને ૨.૪ ટકા થશે

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles