વલસાડ, 26 જૂન : સંઘપ્રદેશ દાનહ,દમણમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસ્કે વધી રહ્યા છે.દાનહમાં ગુરૂવારે વધુ 11 કેસ પોઝિટિવ આવતા અહીં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 79 પર પહોંચ્યો છે. જ્યારે દમણમાં વધુ 9 કેસ પોઝિટિવ આવતા અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 62 થઇ છે.
દાનહમાં ગુરુવારે જે વધુ 11 કેસ પોઝેટીવ આવ્યા છે તે સાથે કુલ 79 કેસમાંથી 49 કેસ સક્રિય છે અને 29 કેસ રીકવર થઇ ગયા છે.1 કેસ માઇગ્રેટેડ છે.ગુરુવારે જે પોઝિટિવ કેસ આવ્યા તેમાં 2 બાળકી,1 બાળક, 5 પુરુષ અને 4 મહિલાનો સામેવેશ થાય છે.જમાં એક માઈગ્રેટેડ કેસ છે.બાકીના તામામ આઇસોલેશન વોર્ડમાં હતા.દાનહ આરોગ્ય વિભાગ દ્વાર નવા ચાર કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. જેમાં કે.ડી.કોમ્પલેક્ષ ખાનવેલ,બંસીભાઇની ચાલ અને પાલી રેસીડન્સી દાદરા ગામ ખાતે 19 કંટાઈમેન્ટ ઝોન છે.દાદરા પંચાયતમા ચાર,નરોલી પંચાયતમા એક, સામરવરણી પંચાયતમા એક,રખોલી પંચાયતમા એક,ખરડપાડા પંચાયતમા એક, ખાનવેલ પંચાયતમા બે અને સેલવાસ નગરપાલિકા વિસ્તારમા 9 વિસ્તારને કંટાઈમેન્ટ ઝોનનો સમાવેશ થાય છે.


