By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યોઃ ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી ‘પૈસા’ભરવા ગયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યોઃ ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી ‘પૈસા’ભરવા ગયો
GeneralNational

સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યોઃ ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી ‘પૈસા’ભરવા ગયો

HM News
Last updated: 29/06/2020 11:20 AM
HM News
5 years ago
Share
SHARE

બેંગલુરુ, તા.૨૯: મોટા-મોટા કૌભાંડીઓ અબજો રુપિયાના કાંડ કરી ભાગી જાય ત્યારે બેંકો તેમનું કશુંય નથી બગાડી શકતી.જોકે, સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પાસેથી એક-એક રુપિયો વસૂલવા બેંકો કેવો પાવર બતાવે છે તેનો એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે.લોન લેનારા એક ખેડૂતને બેંકમાં એક આંગળીના વેઢે ગણાત તેટલા રુપિયા આપવાના બાકી નીકળતા હતા.જેની વસૂલાત માટે બેંકે તેને બોલાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનરા બેંકની એક નાનકડા ટાઉન નિત્તુરમાં આવેલી શાખાએ ખેડૂતને તેના બાકી નીકળતા ૩ રુપિયા અને ૪૬ પૈસા ભરી જવા કહ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગરીબ ખેડૂતને આટલી મામૂલી રકમ ભરવા માટે ૧૫ કિલોમીટર ચાલીને બેંકમાં પહોંચવું પડ્યું હતું.

કર્ણાટકના શિમોગા જિલ્લાના બરુવે ગામથી બેંક સુધી પહોંચવા માટે કોઈ બસ કે બીજા સાધન પણ નથી જતા.તેવામાં ખેડૂત પાસે પગપાળા જ ૧૫ કિમી ચાલવા સિવાય કોઈ ઓપ્શન નહોતો.અમાદે લક્ષ્‍મીનારાયણ નામના આ ખેડૂતે બેંકમાંથી ૩૫૦૦૦ રુપિયાની લોન લીધી હતી.જેમાંથી સરકારે તેને ૩૨ હજારની સબસિડી આપી હતી, અને બાકીના ત્રણ હજાર તેણે બેંકમાં ભરી દીધા હતા.

એક દિવસ અચાનક જ બેંકમાંથી ખેડૂતને ફોન આવ્યો હતો અને તેને તાત્કાલિક બ્રાન્ચ પર આવી જવા માટે જણાવાયું હતું.ગભરાઈ ગયેલો ખેડૂત ૧૫ કિલોમીટર ચાલીને જયારે બેંક પહોંચ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની પાસેથી ૩ રુપિયા ૪૬ પૈસા વસૂલવા માટે તેને આટલો લાંબો ધક્કો ખવડાવાયો છે.બીજી તરફ બેંકના મેનેજરે દાવો કર્યો હતો કે બાકી નીકળતી રકમ કલીયર કરવા ઉપરાંત તેની સહીની પણ જરુર હોવાથી ખેડૂતને બ્રાન્ચ પર બોલાવાયો હતો.

સુપ્રીમની રાહતથી શિવસેનાના બળવાખોરો ગેલમાં, હવે ફ્લોર ટેસ્ટની માગણીનો તખ્તો
હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી
ઇનપુટ ટેક્સ ક્રેડિટનાં ખોટા દાવા મામલે DGGIની એમેઝોનને શો કોઝ નોટીસ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની CBIએ કરી ધરપક્ડ
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની હૈયાધારણ, કહ્યું- આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની આશા
Share This Article
Facebook Email Print
Previous Article Coroanvirus Outbreak: મહારાષ્ટ્રમાં 31 જૂલાઇ સુધી લૉકડાઉન લંબાયું
Next Article પ્રદેશ ભાજપ પ્રમુખપદ માટે ગોરધન ઝડફીયા, શંકર ચૌધરી અને પ્રફુલ પટેલનાં નામની ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up