By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર
GandhinagarGeneralGujarat Now

પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર

HM News
Last updated: 29/06/2020 11:44 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર તા.29 : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 15 મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યુંછે નોંધનીય છે કે મળવાપાત્ર થતી ગ્રાન્ટ બે હિસ્સામાં આપવામાં આવશે જે પૈકી 70% ટકા પંચાયતને 20% તાલુકા પંચાયતને અને 10% જિલ્લા પંચાયતને ફાળવવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 15 મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીની નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે.રાજ્યના પંચાયત વિભાગ દ્વારા આ અંગેની ફાળવણી વિશેની સૂચનાઓ પણ નાણા પંચના અહેવાલ મુજબ આપી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ અગાઉ 100 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતની મળતી હતી તેના બદલે હવે 70 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતની મળશે આ ઉપરાંત 20% તાલુકા પંચાયત અને 10 ટકાની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવશે. જોકે ગ્રામપંચાયતને જે રકમની ફાળવણી કરવામાં આવશે તેમાં 90 ટકા રકમ પંચાયતની વસ્તીના આધારે અને 10 ટકા પંચાયતના વિસ્તારને ધ્યાને રાખીને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એટલું જ નહીં જે ગ્રાન્ટ મળશે તેમાં પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં 50 ટકા રકમ બેઝિક ગ્રાન્ટ તરીકે ગણાશે અને 50% રકમ ટાઈટ ગ્રાન્ટ તરીકે ફાળવશેની થશે.

તો બીજી તરફ રાજ્ય સરકારે જે આકરી શરતો લગાવી છે.તેમાં સ્પષ્ટતા કરી છે કે જે તે પંચાયત દ્વારા આયોજન થયેલ આ કામ માં સુધારા ફેરફાર કરવાની જરૂર જણાય તો એ ગ્રામસભામાં મૂકીને મંજૂરી મેળવવાની રહેશે ત્યારબાદ સક્ષમ અધિકારીની પણ મંજૂરી મેળવવાની રહેશે.તો બીજી તરફ જે ગ્રાન્ટના હિસાબોની એન્ટ્રી પણ વિશેષ પ્રકારના સોફ્ટવેર માં કરવાની રહેશે એટલું જ નહીં પંચાયતનું ઓડિટ સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરી અને કંટ્રોલ ઓડિટ ઓફ જનરલ (સીએજી) દ્વારા થાય તે પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જો કે નાણાકીય વર્ષના મધ્યમાં આ ગ્રાન્ટ ફાળવણી હુકમો થતા અને ડિસેમ્બર મહિનામાં આવી રહેલી પંચાયતોની ચૂંટણીઓ ના કારણે રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ ને કેટલું વેગવંતુ બનાવે છે તે જોવું રહ્યું.ઉપરાંત વિભાગ દ્વારા હજુ પણ સરપંચોને સમજણ આપવામાં આવી નથી.ત્યારે આ વર્ષે કેટલી ગ્રાન્ટનો વપરાશ થશે તે યક્ષ પ્રશ્ન છે.કારણ કે આવા પ્રકારના નિયમોથી ગ્રામ્ય કક્ષાના વિકાસ કામો ખોરંભે પડશે તેમ પંચાયતી રાજ ના વિશ્લેષકો માની રહ્યા છે.

સોમવારે વિશ્વાસનો મત, 170નો ટેકો હોવાનો શિંદેંનો દાવો
તિરંગાથી ગાડી સાફ કરી રહ્યો હતો મેકેનિક ઉમૈર અહમદ, વિડીયો વાયરલ થયા બાદ થઇ ધરપકડ
69 વર્ષની ઉંમરે પણ યુવાનોને પાછા રાખે તેવી લાઈફ સ્ટાઇલ છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની,નાસ્તમાં ખાય છે આ સ્પેશ્યલ પક્ષીનું ઈંડુ
હવે સંજય રાઉતે કંગનાને કહી Naughty Girl, ‘હરામખોર લડકી’ બાબતે કરી સ્પષ્ટતા
મહારાષ્ટ્રના સોલાપુરમાં જીપ-બસ વચ્ચે અકસ્માત : ૪ના મોત,૧૦ ઘાયલ
Share This Article
Facebook Email Print
Previous Article હિરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવો : કોળી અગ્રણીઓની રજુઆત
Next Article આવતી કાલથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી રહેશે ખુલ્લા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up