દેશભરમાં 1 જુલાઈથી અનલોક-2 લાગુ થવા જઈ રહ્યું છે તેવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનલોક 2 અંતર્ગત મોટી રાહત રાજ્યના વેપારી વર્ગને આપી છે. આવતી કાલ એટલે કે 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલોક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છેમુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી.જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો.આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે