ભારતમાં 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરવા પર ચીનના વિદેશ મંત્રાલયે ચિંતા વ્યકત કરી છે.ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યું કે આ આખા મામલા પર ચીન ખૂબ જ ચિંતિત છે અને આખા મામલાની માહિતી લઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ મોદી સરકારે ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દેશની સુરક્ષા પર ખતરાવાળી એપ્સ પર મોદી સરકારે એક્શન શરૂ કરી દીધું છે.ચીનની માત્ર 59 એપ પર પહેલાં જ પ્રતિબંધ લગાવી દીધો છે.ચીનની બીજી એપ્સ જેનાથી દેશની સુરક્ષાને ખતરો થઇ શકે છે તેના પર પ્રતિબંધ લગાવાની શરૂઆત થઇ ચૂકી છે. સંચાર મંત્રાલય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને કોઇપણ એપના ડેટાને રોકવાનું કહી શકે છે.
આ તમામ એપનો ડેટા આવતા એક-બે દિવસમાં રોકી દેવાશે.ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ હટાવી દેવામાં આવી છે. તેના અપડેટ પણ મળશે નહીં. આપને જણાવી દઇએ કે આ પ્રતિબંધ વચગાળાનો છે. હવે મામલો એક સમિતિની પાસે જશે.પ્રતિબંધિત એપ સમિતિની સામે પોતાનો પક્ષ મૂકી શકે છે ત્યારબાદ સમિતિ નક્કી કરશે કે પ્રતિબંધ ચાલુ રાખવો કે હટાવી દેવો.
5Gને લઇ મોદી સરકાર ચીનને બીજો મોટો ઝાટકો આપવાની તૈયારીમાં
આ બધાની વચ્ચે ભારત-ચીનની વચ્ચે તાજેતરમાં થયેલ તનાતનીની ઝપટમાં એકબાજુ ચીની કંપની હુવૈ પણ આવી શકે છે.હુવૈ ભારતમાં 5G સર્વિસીસનું મુખ્ય દાવેદાર છે.ભારતમાં 5Gની હરાજી હાલ એક વર્ષ માટે ટાળી દીધી છે,પરંતુ ગયા વર્ષે હુવૈને 5G ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.
અમેરિકા દુનિયાભરના દેશો પર દબાણ નાંખી રહ્યું છે કે હુવૈને બહાર રાખો.અમેરિકામાં હુવૈની પ્રોડક્ટ પર મે 2021 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં 5G પર ચર્ચા થઇ.બેઠકના પરિણામોની હજુ ભાળ મળી નથી.બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ,કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ,વિદેશ મંત્રી એસ.જયશંકર અને વાણિજય મંત્રી પિયૂષ ગોયેલ સામેલ થયા.

