દેશમાં એક માત્ર ચાઈનીઝ પેમેન્ટ બેંક પે-ટીએમ પણ વપરાશ સૌથી વધુ : પેટ્રોલપંપ પર પે-ટીએમથી ચૂકવણું કરતા મળે છે કેસબેંક : અન્ય શોપીંગમાં લોકોને કેસબેંક મળતું હોવાથી પે-ટીએમનો કરે છે ઉપયોગ
ભુજ : ભારત અને ચીન સાથેના વિવાદ બાદ દેશમાં ચીનની વસ્તુઓના બહિષ્કારની મુહિમ ચાલી રહી છે અને તેની વચ્ચે સોમવારે કેન્દ્ર સરકારે પ૯ ચાઈનીઝ એપને બેન્ડ કરી દીધી છે.જોકે દેશમાં પે-ટીએમનો ઉપયોગ હજુ પણ એ જ રીતે યથાવત છે અને સરકાર પણ જાણે આ ચાઈનીઝ પ્રાઈવેટ મની ટ્રાન્ઝેકશન પેમેન્ટ એપને પ્રમોટ કરી રહી છે.નોટબંધી બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના મોટાભાગના અખબારોમાં ફન્ટ પેઝ પર જાહેરાતો આવતી હતી.જેમાં વડાપ્રધાનના ફોટા હતા અને લોકોને પે-ટીએમ વાપરવા માટે સલાહ આપવામાં આવતી હતી.સરકારે જે પ૯ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે અને જે લેખિત આદેશ કરવામાં આવ્યો છે.તેમાં કયાંય પણ ચાઈનીઝ શબ્દનો ઉપયોગ કર્યો નથી.માત્ર સુરક્ષાની દૃષ્ટીએ પ૯ એપ પર પ્રતિબંધ લગાવાયો હોવાનું સરકારે જણાવ્યું છે.
સરકારની આ બેવડી નીતિ સામે પણ પ્રબુધ્ધ વર્ગ હવે સવાલો ઉઠાવી રહ્યો છે. ત્યારે લોકોની જે મુહિમ છે તે હવે રંગ લાવી રહી છે.ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે.પે-ટીએમથી ભલે આપણે થોડો લાભ થતો હશે પણ તેની આવકનો મોટો હિસ્સો ચાઈનામાં જઈ રહ્યો છે. અમારો ઉદેશ્ય માત્ર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે અને હવે લોકો પણ જાગૃત બની રહ્યા છે.ત્યારે લોકો હવે સ્વેચ્છાએ પે-ટીએમનો ઉપયોગ ટાળે તો પણ ચાઈનાને મોટો ફટકો લાગશે.


