[weather_data]
Breaking News
TRENDING NEWS

કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટની કામગીરી 3 દિવસ બંધ રહેશે

[updated_date] [post_views]

Table of Content

રાજયમાં કોરોના કેસનો સતત વધારો જોવા મળી રહયો છે.ત્યારે આરોગ્ય સેતુ એપના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ કરાતા હાઇકોર્ટમાં એક કોન્સ્ટેબલ સહિત 7 કર્મચારીઓ કોરોનાના શિકાર બન્યા હોવાનું પ્રકાશમા આવ્યુ હતુ જેથી સાવચેતીના પગલે ગુજરાત હાઇકોર્ટે 3 દિવસ સુધી કોર્ટની કામગીરી બંધ રાખવાના આદેશ કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટના 6 કર્મીઓ કોરોનાના સપાટામાંઆવતા હાઇકોર્ટની કામગીરી 3 દિવસ બંધ રાખવામા આવશે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામા આવ્યા હતા.જે બાદ 8-10 જુલાઇ ગુજરાત હાઇકોર્ટની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સમય દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવામાં આવશે.તમામ કેસોની સુનાવણી તા. 13 અને 14ના રોજ હાથ ધરવામાં આવશે.

કોર્ટ પણ કોરોનાની કારમી થપાટે ચડી ગઇ હોય તેવી વિગતો સામે આવી રહી છે, જી હા, ગુજરાત હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે. આવતી કાલ એટલે કે તારીખ 8 થી તારીખ 10 જૂલાઇ ત્રણ દિવસ સુધી હાઇકોર્ટનું તમામ કામકાજ બંધ રહેશે.

ગુજરાત હાઇકોર્ટ પણ કોરોનાની ઝપેટમાં ચડી ગઇ છે તેવુ કહી શકાય કારણ કે,ગુજરાત હાઇકોર્ટનાં 6 કર્મચારી, 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ સાથે જોડાયેલા તમામ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બંઘનાં ત્રણ દિવસોમાં ગુજરાત હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ સહિત આખા કેમ્પસને સેનિટાઈઝ કરાશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles