By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં કોરોનાની સારવાર માટે વપરાતું ઇન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કોરોનાની સારવાર માટે વપરાતું ઇન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું
GeneralSurat

સુરતમાં કોરોનાની સારવાર માટે વપરાતું ઇન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

HM News
Last updated: 09/07/2020 8:41 AM
HM News
6 years ago
Share
SHARE

સુરતઃ કોરોના વાયરસને કારણે જેટલું લોકોના ધંધાને અસર પડી છે તેટલું જ ઘણાઓએ તેનો ફાયદો ઉઠાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. ખુદ તેમાં બાબા રામદેવે પણ પોતાની દવા કોરોના પર સોટકા અસરકારક હોવાના દાવા સાથે તામજામ કરી મુક્યો હતો.આવી જ રીતે મજબુરીનો ફાયદો ઉઠાવવાનું એક સુરતમાં મહિલા ફાર્મા કંપનીની માલીક દ્વારા કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ડો. એચ જી કોશિયાએ કહ્યું કે,સુરતમાં દવાનું બિલ વગર વેચાણ,ગેરકાયદેસર રીતે ભાવ લઈને નફો રડવો તે અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેનો પર્દાફાશ કરાયો છે.

વિભાગને માહિતી મળી હતી કે મેસર્સ સાર્થક ફાર્માના માલીક ઉમા સાકેત કેજરીવાલ Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર બીલએ અને છૂટક દવાના લાયસન્સ વગર મૂળ કિંમત કરતાં વધુ ભાવે વેચે છે.તે કિંમતમાં 57 હજાર જેટલો જંગી વધારો કરીને વેચી રહ્યા હોવાની માહિતી મળતાં ત્યાં રેડ કરવામાં આવી અને 2 Actemra 400 mg જપ્ત કરવામાં આવી.આ દવાની વેચાણ કિંમત 40545 પ્રતિ નંગ છે.

ઉમા કેજરીવાલ સાથે પુછપરછ દરમિયાન સામે આવ્યું કે,આ દવા તેણે મે. ન્યૂ શાંતી મેડિસીન્સ,અડાજણ ખાતેના માલીક મહેન્દ્ર શાહ પાસેથી બિલ વગર રૂપિયા 50,000 આપીને લીધી હતી. મિતુલ મહેન્દ્ર શાહે પાછી આ દવા અમદાવાદની કેબીવી ફાર્મા એજન્સી અસારવા અમદાવાદના અમિત મંછારામ નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી અને તેના તેણે 45000 પ્રતિ નંગ લીધી હતી.તેણે આ રૂપિયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવીને લીધી હતી.

અમદાવાદનો અમિત મંછારામ અગાઉ એમઆર તરીકે નોકરી કરતો હતો. તે દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવીને કરતો હતો અને ઘણીવાર એક જ પ્રિસ્ક્રીપ્શનનો ફરી ફરી ઉપયોગ કરતો હતો. કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓની કાળા બજારી ન થાય તે માટે સરકાર અને સરકારી તંત્ર સતત પ્રયત્નોમાં રહે છે છતાં આવા કૌભાંડીઓ કોઈનો કોઈ રસ્તો કાઢે છે.જોકે તંત્રએ હવે કડકાઈ ભર્યા પગલા લેવાનું શરૂ કર્યું છે.

આવા શખ્સો સામે આવશ્યક ચીજવસ્તુઓની કલમો અંતર્ગત ઐષદ ભાવ નિયમન આદેશ 2013 અને 1940 અંતર્ગત ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારા અંતર્ગત તપાસ કરવામાં આવશે. ડો. એચ જી કોશિયાએ એવું પણ કહ્યું કે,આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.જો કસુરવાર સાબિત થયા તો તેવા લોકોની સામે તંત્ર જરા પણ કાચુ કાપશે નહીં.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનો આરોગ્ય વિભાગ કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે.કોરોનાની મહામારી વચ્ચે દવા, માસ્ક અને સેનિટાઇઝરનું ઉંચી કિંમતે બ્લેકમાં વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે હવે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનનું બ્લેકમાં વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ કૌભાંડ સુરતમાંથી પકડાયું છે.ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનની કિંમત 40,000 આસપાસ છે અને આ ઇન્જેક્શનને 57,000થી લઇને 1 લાખ રૂપિયા સુધીમાં વેંચવામાં આવતું હતું.

રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન આપવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા 5 મેના રોજ આપવામાં આવી હતી. રાજ્ય સરકારની પાસે 5,000 ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન હતા અને હાલ આ સ્ટોક ખૂટવાના આરે છે. ત્યારે સુરતમાં વધારે કિંમતમાં ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના વેંચાણનું કૌભાંફ ચાલતું હોવાની માહિતી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને મળી હતી. જેથી સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે,સુરતની સાર્થક ફાર્મા નામની એક હોલસેલ એજન્સી દ્વારા 40,000માં આવતું ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન 57,000થી લઇને 1 લાખ રૂપિયાના વેંચવામાં આવી રહ્યું છે અને આ ઇન્જેક્શનનું બીલ પણ આપવામાં આવતું નથી.ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા એક નકલી વેપારી ઉભો કરીને ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CM વિજય રૂપાણીને બધી ખબર હોય તે જરૂરી નથી પણ આ વાતની તો હોવી જ જોઇએ
Next Article દુનિયામાં સૌથી વધારે વેચાતી ૨૫ વ્હિસ્કી બ્રાન્ડ, જેમાંથી ૧૩ ભારતીય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up