By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: EDએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > EDએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી
GeneralNational

EDએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી

HM News
Last updated: 09/07/2020 9:23 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી :વડોદરા ધીની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની નવી દિલ્હી ખાતે ચોથી વખત પૂછપરછ હાથ ધરવામાં આવી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતેના આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના નિવાસ સ્થાને 23 મધર ટેરેસા ક્રેસેન્ટમાં પૂછપરછ હાથ ધરી છે.ઈડીના ત્રણ અધિકારીઓ અહેમદ પટેલા ઘરે સવારે 11 વાગ્યે પહોંચ્યા હતા.

અગાઉ અહેમદ પટેલની 2 જુલાઈના રોજ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે પત્રકારોને માહિતી આપી હતી કે અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં ઈડીએ તેમને 128 પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટ અને મને તેમજ મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નથી.’

અગાઉ 27 અને 30 જૂનના પણ ઈડીએ અહેમદ પટેલની તેમના ઘરે પૂછપરછ કરી હતી અને ત્રણ વખતની તપાસમાં કુલ 27 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. નોંધનીય છે કે અગાઉ અહેમદ પટેલે ઈડીની કચેરીએ હાજર નહીં રહેવા માટે કોવિડ 19ની પ્રતિકૂળ સ્થિતિમાં સરકારના નિર્દેશોનું પાલન કરી બહાર નહીં નિકળવી શકવાનું કારણ ધર્યું હતું. ઈડીના અધિકારીઓએ મની લોન્ડરિંગના કેસમાં અહેમદ પટેલનું નિવેદન નોંધ્યું હતું.ઈડીએ તપાસમાં સાંડેસરા બંધુઓ સાથે તેમના કથિત સંબંધો તેમજ તેમના પરિવાર સાથે નાણાકીય વહીવટને લઈને પણ પ્રશ્નો પૂછાયા હતા.ગત વર્ષે ઈડીએ કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ તેમજ જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીની પણ આ કેસમાં પૂછપરછ કરી નિવેદનો લીધા હતા.

સાંડેરસા ગ્રુપના કર્મચારે સુનિલ યાદવની માહિતીને આધારે અહેમદ પટેલના પુત્ર તેમજ જમાઈના નિવેદન લેવામાં આવ્યા હતા. યાદવે પોતાના નિવેદનમાં ઈડીને જણાવ્યું હતું કે,અહેમદ પટેલના પુત્ર ફૈઝલ એક પાર્ટીમાં હાજર રહ્યા હતા નાઈટ ક્લબમાં પ્રવેશ ગોઠવ્યો હતો.આ પાર્ટીનો રૂ.10 લાખનો ખર્ચ તેણે ચૂકવ્યો હતો, આ ઉપરાંત ચેતન સાંડેસરાના કહેવાથી એક વખત ફૈઝલના ડ્રાઈવરને દિલ્હીની ખાન માર્કેટમાં રૂ. 5 લાખ પણ આપ્યા હોવાનું તેણે જણાવ્યું હતું.આ ઉપરાંત યાદવે ઈડીને વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના વસંત વિહારમાં અહેમદ પટેલના જમાઈ સિદ્દીકી જે ઘર ધરાવે છે તે કથિત રીતે ચેતન સાંડેસરાનું હોવાનું મનાય છે.

2.80 લાખના ચેક રીટર્નમાં આરોપીને કેદઃ બમણી રકમના વળતરનો હુકમ
‘એન્કાઉન્ટર કેસમાં વિપક્ષોએ વધારે હોબાળો કરવાની જરૂર નથી, વાહન ગમે ત્યારે પલટી શકે છે’ ભાજપના મંત્રીનું નિવેદન
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
ઇઝરાયલના અનેક શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે હિંસા
કાપડ વેપારીઓ આનંદો ! 1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે
Next Article BJPના MLA મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં!, હું એકલો વીલથી ખેડૂત નથી, મંદિરો માટે અડધી જિંદગી ગુમાવી છે’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up