મુંબઈ : એકતા કપૂરની વેબ-સિરીઝ એકસએક્સએક્સ-2ને લઇને વિકાસ પાઠક,જેને હિન્દુસ્તાની ભાઉ તરીકે ઓળખવામાં આવે છે તેણે મુંબઈ કોર્ટમાં ક્રિમીનલ કમ્પ્લેઇન્ટ દાખલ કરી છે.આ શોમાં આર્મી ઓફીસરની વાઈફને વાંધાજનક સ્થિતિમાં દેખાડવામાં આવે છે સાથે જ તેને આર્મીનાં યુનિફોર્મનું અપમાન કરતી પણ દેખાડવામાં આવે છે.આ દ્રશ્ય જોઇને દેશના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. લોકોમાં એકતાને લઇને વિરોધનો વંટોળ વધી રહ્યો છે.
એવામાં બિગ બોસના એક્સ ક્ધટેસ્ટન્ટ વિકાસ પાઠકે મુંબઈની કોર્ટમાં મામલો દાખલ કર્યો છે.સાથે જ એકતાના પેરેન્ટસ શોભા કપૂર અને જિતેન્દ્રનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.આ કેસની સુનાવણી 24 ઓગસ્ટે થવાની છે.કમ્પ્લેઇન્ટમાં લખવામાં આવ્યું છે કે કથિત આરોપીઓ ઇન્ડીયન આર્મીના યુનિફોર્મની ગરિમાની ઠેસ પહોંચાડી છે.દેશને સેનાના જવાનો પ્રતિ ભરપૂર ગર્વ છે.યુનિફોર્મ પર નેશનલ ચિહન છે.શોમાં એની સાતે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું છે.
આ દિશામાં હિન્દુસ્તાની ભાઉના વકીલ કાશીફ ખાને કહ્યું હતું કે મારા ક્લાયન્ટે એકતા કપૂર અને અન્ય લોકો વિરુધ્ધ લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.જો કે આજ સુધી કોઇ પગલાં લેવામાં નહોતાં આવ્યાં.આ જ કારણ છે કે અમે તેની વિરુધ્ધ કોર્ટમાં ક્રિમીનલ કમ્પ્લેઇન્ટ દાખલ કરી છે.

