ભાજપના હાઈકમાન્ડે બિનગુજરાતી મહારાષ્ટ્ર સીઆર પાટીલે પ્રદેશનું સુકાન સોંપી ભાજપના નેતાઓને જ નહીં,રાજકીય જ્યોતિષને પણ ખોટા પાડી દીધા છે. સંગઠનનો અનુભવ ધરાવતા સી.આર.પાટીલ હવે પોતાની ટીમ બનાવવા સક્રિય બન્યા છે પ્રદેશ પ્રમુખનો પદ સંભાળ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે દિલ્હી પહોંચ્યા છે જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે,બાદ ભાજપના પ્રદેશ માળખામાં ઘણા ફેરફાર થશે કેમકે જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યા બાદ હોદ્દેદારોમાં કોઈ ફેરફાર થયા નથી જેના પગલે હવે પ્રદેશના માળખાથી માંડીને જિલ્લા તાલુકામાં પણ નિમણૂક શરૂ થશે.એવી પણ ચર્ચા છે કે ભારતના પ્રદેશ માળખામાં કેટલાના પત્તા કપાઇ જશે અને કેટલાકને પું:ન તક પણ આપવામાં આવશે.સંગઠનમાં વધુ મેળવવા માટે ભાજપના નેતાઓએ રાજકીય લાગવગ શરૂ કરી દીધી છે.
Post Views: 2