અયોધ્યાઃ 5 ઓગસ્ટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે.રામ મંદિરની પહેલી ઈટ વડાપ્રધાન મોદીના હાથે મુકાવા જઈ રહી છે ત્યારે હાલમાં જ મોરારી બાપુનું વિવાદ્સ્પદ નિવેદન આવ્યું હતું.જેમાં તેમણે તૈયાર ભાણે જમવા આવ્યાની વાત કરી હતી.સાથે જ ભૂમિપૂજન દેશના જવાનો,કન્યાઓ,ખેડૂત,વિજ્ઞાનિક જેવા નવ જેટલા વ્યક્તિઓના હાથે મુકાવાની વાત કરી હતી.આ દરમિયાનમાં હવે વિગતો એવી સામે આવી રહી છે કે આ કાર્યર્કમમાં વડાપ્રદાન મોદી સહીત ફક્ત અમુક જ વીવીઆઈપી ભાગ લેશે.હવે લોકોની નજર એ રામ મંદિર આંદોલનની આગેવાની કરનાર એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને આમંત્રણ અપાવા પર મંડાઈ રહી છે.બંને નેતાઓને તો હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી જ્યારે ઉમા ભારતી અને કલ્યાણ સિંહને આમંત્રણ મળી ચુક્યું છે.કલ્યાણ સિંહ અને ઉમા ભારતી બંનેએ અયોધ્યા જઈશું તેવી પૃષ્ટી પણ કરી છે.
રામ મંદિર ભૂમિ પૂજનના આ કાર્યક્રમ માટે મહેમાનોની યાદીને લઈને ક્યાસ કાઢવામાં આવી રહ્યા હતા તેમાંથી કેટલાક મહેમાનોના પહોંચવાની પૃષ્ટી થઈ ચુકી છે. જ્યારે કેટલાકને હજુ (આ લખાય છે ત્યાં સુધી) સુધી આમંત્રણ મળ્યું નથી.ઉમા ભારતીએ 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન કાર્યક્રમમાં શામેલ થવાની પૃષ્ટી કરી દીધી છે.તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું કે હું 4 ઓગસ્ટની સાંજ સુધી અયોધ્યા પહોંચી જઈશ અને 6 ઓગસ્ટ સુધી ત્યાં જ રહીશ.

