5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામમંદિર ભૂમિ પૂજનની સાથે રામ મંદિર નિર્માણનું દેશવાસીઓનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે.આ ઉત્સવ દેશભરના લોકો સામેલ છે. ધર્મ નગરી વારાણસીમાં પણ રામ ભક્ત અલગ અલગ રીતે આ દિવસને યાદગાર બનાવવામાં જોડાયા છે.આ દરમિયાન એક રામભક્ત મુસ્લિમ યુવતીએ એક મિસાલ રજૂ કરી છે. યુવતીએ એકતાની મિલાસ રજૂ કરતા પોતાના હાથમાં શ્રીરામ નામનું પર્મનન્ટ ટેટૂ બનાવ્યું છે.
વારાણસીમાં રામ ભક્તિ ચરમ પર છે.તેનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે સિગરા સ્થિતિ એક ટેટૂ શોપ એક મુસ્લિમ યુવતી પહોંચી.જ્યાં તેણે પોતાના હાથ પર શ્રીરામના નામનું ટેટૂ બનાવડાવ્યું છે.યુવતીનું નામ ઈક્રા ખાન છે.તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસક છે.ઈક્રાનું કહેવું છે કે,તેનું સપનું હતું કે રામ મંદિરનું નિર્માણ થાય, જેની રાહ તે ખૂબ લાંબા સમયથી જોઇ રહી હતી.આ સ્થાયી ટેટૂ તેણે એ કારણે બનાવડાવ્યું કારણ કે લોકો સુધી સંદેશો પહોંચે કે હિંદુ- મુસ્લિમ એકતા જળવાઇ રહી છે.
મુસ્લિમ યુવતીનો આ જોશ જોઇને દુકાનદારે પણ રામ ભક્તિમાં પોતાના ફાળો આપ્યા અને રામ નામનું ટેટૂ બનાવડાવવા માટે ટેટૂ ફ્રી કરી દીધું.દુકાનદાર અશોક ગોગિયાનું કહેવું છે કે, સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનારા લોકો માટે આ સૌથી મોટો તહેવાર છે.એવામાં મેં પણ મારી ભક્તિ સમર્પિત કરી છે.રામ નામનો ટેટૂ બનાવડાવવાની આ ઓફર 5 ઓગસ્ટ સુધી રહેશે. જે પણ રામ ભક્ત આવશે. તેમને રામ નામનું ટેટૂ ફ્રીમાં બનાવી આપવામાં આવશે.તે પછી અસ્થાયી ટેટૂ હોય કે સ્થાયી.
રામ ભક્તિની આ તસવીર અનોખી છે.રામ મંદિરનું નિર્માણ પણ એક લાંબા સમય પછી થવા જઇ રહ્યું છે. એવામાં આ મુસ્લિમ યુવતીનો આ ફાળો પરસ્પર ભાઈચારા માટે એક મોટો સંદેશો છે.
જણાવી દઇએ કે, 5 ઓગસ્ટના રોજ રામજન્મભૂમિ મંદિર માટે ભૂમિ પૂજન થવાનું છે. ભૂમિ પૂજન માટે અયોધ્યામાં જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે.આ આયોજન એવા સમયે થઇ રહ્યું છે,જ્યારે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઇ છે.મંદિરના પાયા તરીકે ઈંટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે નાખવાના છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 200 લોકો ભાગ લેવાના છે.

