બારડોલી : સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં વિવાદ હજુ પૂરો થયો નથી. હજુ પણ સુમુલના ચેરમેન રાજેશ પાઠકનો વિરોધ થઈ રહ્યો છે. મહુવામાં આજરોજ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા રાજેશ પાઠક વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.આ સંગઠન દ્વારા સુમુલમાં આદિવાસી પ્રમુખ સત્તા ઉપર બેસે તેવી માંગ કરવામાં આવી છે.અને જો આદિવાસી પ્રમુખ નહીં બને તો આવનારા દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સહકારી ક્ષેત્રમાં રાજકીય અખાડો બની ગયેલી સુમુલની ચૂંટણીને લઈ આવનારા દિવસોમાં પણ ગરમાટો જોવા મળશે એ નક્કી થયું છે.


