બારડોલી : તાપી જિલ્લાના વ્યારાના રાણા પરિવારએ ન્યાય મેળવવા કરેલા વકીલે જ તેમની સાથે ૧૩ લાખથી વધુ રૂપિયા અને સોનાના દાગીના પડાવી લેતા વ્યારાની મહિલાએ વ્યારા પોલીસમાં વલસાડના પારડીના વકીલ યુવાન સામે પોલીસ ફરિયાદ કરી છે.
પોતાના નજીકના સબંધી એવા વકીલ યુવાન કે જે વલસાડના પારડી ખાતે રહે છે અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા દેવાંગ વિનોદચંદ્ર રાણા પર વિશ્વાસ મૂકી વ્યારાના જયશ્રીબેન ઉર્ફે ધર્મિષ્ઠાબેન રાણાએ પોતાની માતાની સોનગઢ ખાતે આવેલી જમીન હાઈવેના સંપાદનમાં ગઈ હતી જેના નાણા મેળવવા માટે તેઓએ વ્યારા કોર્ટમાં વળતર માટે ઘા નાખી હતી જો કે આ કેસ લડી આપવા તેણીને દેવાંગ વિનોદચંદ્ર રાણાએ બાંહેધરી આપતા તેણીએ આ કેસ લડવા તેઓને કહ્યું હતું કેસ જીતી પણ ગયા અને રકમ ૯ લાખ ૧૮ હજાર નો ચેક મળી ગયો પરંતુ પોતાના નામની પાછળ પતિનું નામ લાગતું હોય વ્યારામાં ખાતું નહિ ખુલે તેમ કહી આરોપી વકીલ દેવાંગે પારડી ખાતે કોર્પોરેશન બેંકમાં જયશ્રી ઉર્ફે ધર્મિષ્ઠા બેનના સાથે પોતાના નામનું સંયુક્ત ખાતું ખોલાવી તેમાં ચેક જમા કરાવી નાણા ઉપાડી લીધા હતા અને તે સાથે અલગ અલગ રીતે જયશ્રીબેન ઉર્ફે ધર્મિષ્ઠા બેનનું ૧૨૦ ગ્રામ જેટલા સોનાના જુના દાગીના પણ નવા બનાવી આપવા તેમજ તેઓના દીકરાની શિષ્યવૃત્તિના આવેલ દોઢ લાખ જેવી માતબર રકમ મળી કુલ ૧૩ લાખથી વધુની છેતરપીંડી કરતા આ મહિલાએ વ્યારા પોલીસનું શરણું લીધું છે.


