થાઈલેન્ડમાં ટોઈલેટ કરવા બેસેલાં એક યુવકને પ્રાઈવેટ પાર્ટમાં સાપે ડંખ માર્યો હતો.જે બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. યુવક ટોઈલેટ પર બેઠો ત્યારબાદ તેને પ્રાઈવેટ પાર્ટ પર દર્દ થયો હતો. જે બાદ તેણે નીચે જોયું તો સાપે તેનાં પેનિસને પકડી લીધું હતું અને ચારે બાજુ લોહી વહી રહ્યું હતું.પીડિત યુવક સિરાકોપ મસુકારત (ઉંમર 18) દહેશતમાં આવી ગયો હતો.
સિરાકોપ સીધો જ ત્યાંથી ભાગ્યા અને પોતાની માતા પાસે જતો રહ્યો હતો.જે બાદ તેની માતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં સુધી તેના પેનિસમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બાદ ડોક્ટરોએ ભારે જહેમત બાદ પેનિસમાંથી લોહી નીકળતું બંધ કર્યું હતું.ડોક્ટરોએ સિરાકોપના પેનિસ પર 3 ટાંકા લીધા હતા.તેને એન્ટીબાયોટિક દવાઓ પણ આપવામાં આવી જેથી બેક્ટેરિયાને મારી શકાય.
પીડિત યુવકે જણાવ્યું કે,જ્યારે ટોઈલેટમાં હતો,અને જેવો હું બેઠો ત્યાં જ મારા પેનિસ પર જોરદાર દુઃખાવો થયો.મેં નીચે જોયું તો એક સાપ લટકી રહ્યો હતો.તે બાદ ચારે તરફ લોહી લોહી હતું.સાપ બહુ નાનો હતો પણ તેણે ગંદી રીતે પેનિસમાં ડંખ માર્યો હતો.બાદમાં સાપ પકડનારને બોલાવવામાં આવ્યો હતો.જેણે 4 ફૂટ લાંબા સાપને પકડીને જંગલમાં છોડી દીધો હતો.તો માતાએ કહ્યું કે, હવે મારો દીકરો જ્યારે પણ ટોઈલેટમાં જશે ત્યારે ડરતો ડરતો જશે.