મોદી કી કામિયાબી કે લિયે માંગો દુઆએં … નવાઝ શરીફની પુત્રી મરિયમે કરી હાકલ

288

– ઇમરાનની સૌથી આકરી ટીકા કરી

કરાચી તા.ર0 : નવાઝ શરીફ તો નરેન્દ્ર મોદીના સમર્થક છે એવા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણનો પ્રતિભાવ આપતાં નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝે કહ્યું હતું કે મેરી પાકિસ્તાની અવામ સે ગુજારીશ હૈ કિ મોદી કી કામિયાબી કી દુઆએં માંગો.. મોદી ઔર કશ્મીર કે સવાલાત પર ઇમરાન ખાન ફ્લોપ હુએ હૈં…

નવાઝ શરીફે લંડનમાં બેઠાં બેઠાં પાકિસ્તાની વિપક્ષોના મોરચાને સંબોધતાં ઇમરાન ખાનની સરકાર અને પાકિસ્તાની લશ્કરની ઝાટકણી કાઢી ત્યારે ઇમરાન ખાને નવાઝ શરીફને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પસંદના વડા પ્રધાન ગણાવ્યા હતા.એના જવાબમાં મરિયમે રવિવારની રેલીમાં કહ્યું હતું કે મોદી કી કામિયાબી કે લિયે દુઆએં માગો તુમ,મોદી સે બાત કરને કે લિયે મરે જાઓ તુમ,કૂલભૂષણ જાધવ કે લિયે રાતોંરાત અધ્યાદેશ પારિત કરો તુમ,ઉસ કે લિયે સરકારી ખર્ચે સે વકીલ ઢૂંઢો તુમ,ભારત કો યુએન મેં વોટ દો તુમ ઔર હમેં બોલો કી હમ મોદી કી જુબાન મેં બાત કર રહે હૈં… જબ હમ ઇમરાન સે જવાબ માંગતે હૈં તબ વો કહતે હૈં કિ નવાઝ શરીફ મોદી કી જબાન બોલતા હૈ…

મરિયમે કહ્યું કે અપની નાકામી છીપાને કે લિયે ઇમરાન પાકિસ્તાની સેના કે પીછે છીપે જા રહે હૈં… ઇસ સે સેના કી છબી પર બટ્ટા લગતા હૈ… જબ આપ સે જવાબ માંગા જાતા હૈ તબ આપ સેના કે પીછે છૂપ જાતે હો… આપને સેના કો બદનામ કિયા હૈ… અપની ગલતિયોં કો છીપાને કે લિયે આપ સેના કી પનાહ લે રહે હો…

Share Now