અમદાવાદ : જાહેર ક્ષેત્રની કેનરા બેંકે નાણાંકીય વર્ષ 2012-13થી 2019-20 દરમિયાન 8 વર્ષમાં 47,310 કરોડ રૂપિયાની બેડ લોન જતી કરી છે.જ્યારે આ સમયગાળામાં રિકવરી 19 ટકા એટલે કે 8901 કરોડ રૂપિયા જોવા મળી છે.એક RTIમાં આ વિગતો સામે આવી છે.
આરટીઆઈ વિગતો હેઠળ બેંક તરફથી 100 કરોડ રૂપિયાથી વધુના ડિફોલ્ટર્સની માહિતી માંગવામાં આવી હતી.પરંતુ અન્ય જાહેર ક્ષેત્રની બેંકોની માફક કેનરા બેંકે પણ મોટા ડિફોલ્ટર્સની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.બેંકે આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે આ અંગત માહિતી સાથે જોડાયેલ મામલો છે અને તેને જાહેરહિત સાથે કોઈ સંબંધ નથી.આ માટે આરટીઆઈ એક્ટના સેક્શન 8(1)(j) હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી.

રાઈટ ઑફ કોને કહેવાય ?
જ્યારે લોનની રિકવરી ના થઇ શકે ત્યારે બેન્ક તેને નોન પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરી દે છે.વધુ એનપીએથી બેન્કની બેલેન્સશીટ નબળી પડે છે.આ નબળાઈને ઠીક કરવા માટે બેન્ક વસુલ નહીં કરાયેલ લોનને રાઈટ ઓફ કરી દે છે.રાઈટ ઓફ કરવાથી લોન બેલેન્સશીટથી અલગ થઇ જાય છે.અન્ય એક આરટીઆઈ અનુસાર દેશની સૌથી મોટી બેન્ક SBIએ 2012થી 2020 દરમિયાન 1.23 લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી છે. 31 માર્ચ 2020 સુધી તેમાં ફક્ત 8969 કરોડ રૂપિયાની વસૂલી થઇ છે.બેંક મોટા લોનધારકોના દેવાને રાઈટ ઓફ કરે છે.આ રાઈટ ઓફ રૂ.100 કરોડથી વધુની લોનનું કરવામાં આવે છે.


