આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિન્દુઓના ચિંતન માટે એક મુઠ્ઠી અનાજ કાર્યક્રમ હેઠળ એક બેઠકનું આયોજન મહાકાળી માતા મંદિર કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠનની રૂપરેખા નક્કી કરી પ્રાંતમાંથી આવેલ રોહિત દરજીના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં ગરીબ હિંદુઓ માટે અન્નદાનની વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી કાર્યક્રમો કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બેઠકના પ્રમુખ ગણેશ વડાળે, અશોક ગુપ્તા, મુકેશ પાટીલ સહિતના કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા હતા.

