રિપબ્લિક TVના CEO વિકાસ ખાનચંદાનીને મુંબઈ કિલા કોર્ટે 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.કોર્ટના આ નિર્ણય સામે રિપબ્લિક TVગ્રુપ આજે બોમ્બે હાઇકોર્ટ જશે.આજે જ વિકાસ માટેની જામીન અરજી પણ કરવામાં આવશે.વિકાસની ધરપકડ ફેંક TRP કેસમાં કરવામાં આવી છે.
ખાનચંદાની આ કેસમાં ધરપકડ થનારા 13માં વ્યક્તિ છે.આ મામલામાં રિપબ્લિકન મીડિયા નેટવર્કના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેંટ અને ડિસ્ટ્રિબ્યુશન ફેડ ઘનશ્યામસિંહની પણ ધરપકડ થઈ ચૂકી છે.વિકાસ ધરપકડ થનારમાં રિપબ્લિકન ટીવીના બીજા અધિકારી છે.ધરપકડની પુષ્ટિ કરતાં એક સીનીયાર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે,ખાનચંદાનીનું નિવેદન બે વખત નોંધવામાં આવ્યું હતું અને તેમની ભૂમિકા રિપબ્લિકન ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામસિહનીપૂછપરછ દરમિયાન સામે આવી હતી. તપાસ અધિકારી કહ્યું કે, ‘ખાનચંદાની વિરુદ્ધ અમારી પાસે સીધા પુરાવા છે અને પહેલાથી પકડાયેલા આરોપી ઘનશ્યામ સિંહ સાથે પણ તેની કડી મળી છે.’
તપાસ અધિકારી કહ્યું કે ખાનચંદાની એક ઇન્ટરનલ વોટ્સએપ ગ્રૂપના સભ્ય હતા,જેમાં LCN (લોજિકલ ચેનલ નંબર) પર ચર્ચા થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરેલ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો હતો કે ચેનલના અધિકારીઓએ કેબલ ઓપરેટરો અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (મલ્ટી સિસ્ટમ ઓપરેટર)ની સાથે મળીને રિપબ્લિકન ટીવીને ડ્યુલ લોજિકલ ચેનલ નંબર (LCNs)કે બે ફ્રિક્વન્સી પર ચલાવ્યું,જે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે.
ફેંક TRP કૌભાંડ ઓકટોબરમાં સામે આવ્યો હતો,જ્યારે હંસાના એક અધિકારીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.ત્યાર બાદ ફ્ક્ત મરાઠી અને બોક્સ સિનેમાના માલિકોની ધરપકડ કરવામાં આવી હતી.નવેમ્બરમાં,મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કથિત નકલી ટેલીવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) મામલામાં 1400 પેજની ચાર્જશીટ દાખલ કરી છે,જેમાં રિપબ્લિકન મીડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશન સહિત6 ચેનલોનું નામ હતું.જણાવવામાં આવ્યું છે કે TRP વધારવા માટે લગભગ બે વર્ષથી રૂપિયા આપવામાં આવી રહ્યા હતા.

