અલીગઢ : અલીગઢના એક મુસ્લિમ યુવકે 8 વર્ષ પહેલા એક હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા હતા.હિન્દૂ યુવતીના મકાનમાં મુસ્લિમ પરિવાર ભાડાનું વર્કશોપ ચલાવતો હતો.જે દરમિયાન હિન્દૂ યુવતી અનિતા અને મુસ્લિમ યુવક કાસમને પ્રેમ થઇ જતા બંને એ લગ્ન કરી લીધા હતા.પરિવારોના વિરોધ વચ્ચે પણ નિકાહ પઢી લીધાના એક વર્ષ બાદ બંને એ હિન્દૂ વિધિ મુજબ લગ્ન કર્યા હતા.તેઓને 2 બાળકો છે.
અને હવે લગ્નના 8 વર્ષ પછી મુસ્લિમ યુવકે હિન્દૂ ધર્મ અપનાવી લીધો છે.તથા પોતાનું નામ કાસમ ને બદલે કરમવીર સિંહ રાખ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

