નવી દિલ્હી : મોદી સરકાર જાહેર ક્ષેત્રની વધુ એક કંપનીની હિસ્સેદારી વેચવા જઇ રહી છે.કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર લિ. (આરસીએફએલ)માં 10 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે.સરકારને પોતાનો હિસ્સો વેચવાથી 300 કરોડ રૂપિયા મળવાની આશા છે.રોકાણ અને લોકસંપત્તિ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (Department of Investment and Public Asset Management) દ્વારા આ અંગે એક નોટિસ જાહેર કરવામા આવી છે.આ નોટિસ અનુસાર મેનેજમેન્ટ માટે મર્ચન્ટ બેંકર અને લૉ કંપનીઓને બોલી માટે આમંત્રણ આપવામા આવ્યું છે.રસ દાખવનાર મર્ચન્ટ બેંકર અને લૉ કોર્ડિનેટરને 28 અને 29 જાન્યુઆરી સુધી બોલી જમા કરાવવાની રહેશે.
સરકારની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડમાં 75 ટકા ભાગીદારી છે અને તેઓ ઓએફએસ થકી 10 ટકા વેચવા માગે છે.મર્ચન્ટ બેંકરે સરકારને વેચાણ માટેના સમય અને પદ્ધતિ અંગે સલાહ આપવાની રહેશે.આ સાથે વધુ રિટર્ન મળે તે ધ્યાનમાં રાખવાનું રહેશે.આ ઉપરાંત જ્યાં જરૂર હશે ત્યાં નિયમ અંગે એજન્સીઓથી મંજૂરી અને છૂટ અપાવવામાં મદદ કરવાની રહેશે.સરકાર શેર વેચાણની પ્રક્રિયા માટે 2 મર્ચન્ટ બેંકરોની નિમણૂંક કરશે.
ગત નાણાંકીય વર્ષની જેમ ચાલુ નાણાકીય વર્ષ માટે નક્કી કરવામા આવેલ ડિસઈન્વેસમેન્ટના ટાર્ગેટને પહોંચી વળવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.આ નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલા 2.10 લાખ કરોડ રૂપિયાના ટાર્ગેટમાં 1.20 લાખ રૂપિયા પબ્લિક સેક્ટર યુનિટના ડિસઈન્વેસમેન્ટના ટાર્ગેટ પર સંકટ થકી મેળવવાના છે.જ્યારે 90 હજાર કરોડ રૂપિયા પબ્લિક સેક્ટની નાણાંકીય સંસ્થાઓમાંથી ભાગીદારી વેચીને મેળવવાના છે.આ સંસ્થાઓમાં એલઆઈસી અને આઈડીબીઆઈ જેવી ટોચની સંસ્થાઓ સામેલ છે.

