મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી ડિલ સામે આવી છે. જેમાં પ્રેમિકાને દોઢ કરોડ રૂપિયા ખર્ચીને ખરીદી લીધી છે.અને આશ્ચર્યની વાત એ છે કે આ સમાધાન ફેમિલી કોર્ટ દ્વારા થયું છે. માતા પિતાના ઝગડાથી પરેશાન દીકરીએ આ માટે પહેલ કરી છે. અને મહત્વની વાત એ છે કે આવી ડિલ કરીને બધા જ ખુશ છે. પ્રેમિકા તેના પ્રેમીને પામીને ખુશ છે.માતા તેની દીકરીઓની આર્થિક સુરક્ષાથી ખુશ છે.દીકરી ખુશ છે હવે ઘરમાં ઝગડો નહીં થાય.અને પિતા ખુશ છે કે હવે તેને છુપાઈ છુપાઈને તેની પ્રેમિકાને નહીં મળવું પડે.
બનાવ જરા વિચિત્ર લાગે એવો છે પણ ભોપાલ ફેમિલી કોર્ટના માધ્યમથી એક ડિલ થઈ છે.જેમાં પ્રેમિકાએ તેના પ્રેમીની પત્નીને એક ડુપ્લેક્સ અનવ 27 લાખ રૂપિયા રોકડ આપ્યા છે.બદલામાં પત્ની પોતાના પતિને છોડવા તૈયાર થઈ હતી અને તેના કારણે તેની દીકરીઓને આર્થિક સુરક્ષા આપી શકશે એવો વિશ્વાસ થયો હતો.
મળતી વિગતો અનુસાર ફેમિલિ કોર્ટમાં એક 16 વર્ષની દીકરીએ ઘરમાં રોજ રોજ થતા ઝગડા વિશે ફરિયાદ નોંધાવી હતી.તેને ફરિયાદમાં કહ્યું હતું કે પિતાનું અફેર તેની ઓફિસમાં કામ કરતી મહિલા સાથે ચાલી રહ્યું છે.તેથી તેના માતા પિતા વચ્ચે ઝગડા થાય છે.જેની ખરાબ અસર તેની 12 વર્ષની બહેન ઉપર પણ પડે છે.અરજ કરનાર દીકરીના પિતા તેની પ્રેમિકા સાથે એક ઘરમાં રહેવાની જીદ કરે છે.તેના કારણે રોજ ઝગડા થાય છે.કારણ કે તેની માતા તેના પિતાની પ્રેમિકાને પોતાના ઘરમાં રાખવા તૈયાર નથી.
ફેમિલી કોર્ટમાં પતિ પત્ની અને પ્રેમિકાનું કાઉન્સેલિંગ કર્યું.આ દરમિયાન પત્નીએ પોતાની દીકરીઓના ભવિષ્યની ચિંતા જતાવીને તેને આર્થિક સુરક્ષિત કરવા માગ કરી.ફેમિલી કોર્ટે પણ ઐતિહાસિક નિર્ણય આપતા પત્નીને પૈસા અને ઘર આપ્યા અને પ્રેમિકાને તેનો પ્રેમી.દીકરીઓ હવે તેની માતા સાથે ખુશ છે અને પ્રેમીઓ એક થઈને ખુશ છે.


